કેન્દ્રિય ચુંટણી આયોગે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં યોજાનાર વિધાનસભા ચુંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચુંટણી આયોગ દ્વારા કરેલી જાહેરાત મુજબ, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ ચરણમાં ચુંટણી યોજાશે.જયારે નક્સલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢમાં બે ચરણમાં ચુંટણી સંપન્ન થશે. મિઝોરમમાં જ્યાં 7 નવેમ્બરના ચુંટણી યોજાશે ત્યારે 30 નવેમ્બરના મતદાન થશે. આ સિવાય મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના વોટિંગ થશે અને રાજસ્થાનમાં 23 નવેમ્બરના વોટિંગ થશે, જયારે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના યોજાશે. આ પાંચ રાજ્યોમાં મતદાન તો અલગ-અળગ તારીખોના થશે, પરંતુ ચુંટણી પરિણામ 3 ડિસમ્બરના એક સાથે યોજાશે.
જમ્મૂ-કાશ્મીરમાં વર્ષ 2014માં છેલ્લે ચુંટણી યોજાઇ હતી
આ કાર્યક્રમની જાહેરાત પછી ચુંટણી આયોગે જમ્મૂ-કાશ્મીરના વિધાનસભા ચુંટણીને લઇને મોટી જાહેરાત કરી દીધી છે. પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં મુખ્ય ચુંટણી આયુક્તએ જણાવ્યું કે, કેન્દ્ર શાસિત રાજ્યમાં સુરક્ષા સ્થિતિ અને એક સાથે થનારી બીજી ચુંટણીને જોતા આ નિર્ણય સાચા સમય પર લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લી વખત વર્ષ 2014માં વિધાનસભા ચુંટણી થઇ હતી. ત્યાર પછી ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર વર્ષ 2015માં સત્તા મેળવી હતી. ભાજપની તરફથી સમર્થન પાછું લીધા પછી 19 જૂન 2018ના મહબૂબા મુફ્તીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર પછી જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું.
- Advertisement -
#WATCH | On being asked about the election in Jammu & Kashmir, Chief Election Commissioner Rajiv Kumar says, "The decision to be taken at the right time as per the security situation and other simultaneous elections in the state." pic.twitter.com/7TkzWfKNyw
— ANI (@ANI) October 9, 2023
- Advertisement -
જમ્મૂ-કાશ્મીરનું શાસન ઉપરાજ્યપાલ ચલાવી રહ્યા છે
આ પછી 5 ઓગસ્ટ 2019ના કેન્દ્ર સરકારે કલમ 370 અને 35એને હટાવી દીધી છએ. ત્યાર પછી જમ્મૂ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશે જમ્મૂ-કાશ્મીર અને લદાખમાં પરિવર્તિત કરવામાં આવ્યા. જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ હેઠળ 31 ઓખ્ટોમ્બર 2019ના અસ્તિત્વમાં આવેલા કેન્દ્ર શાસિત જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાની જોગવાઇ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી જમ્મૂ-કાશ્મીરમાં ઉપરાજ્યપાલ શાસનની સત્તા સંભાળી હતી. આ સમયે ઉપરાજ્યપાલના રૂપમાં ત્યાં મનોજ સિંહાએ સત્તા સંભાળી છે.