માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યાને માઘ અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહે છે. આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનુ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ, મોંઢામાંથી ઈશ્વરનો જાપ કરવાથી જેટલુ પુણ્ય મળે છે, તેનાથી અનેક ગણુ પુણ્ય મૌન રહીને જાપ કરવાથી મળે છે.
મૌની અમાવસ્યા પર આ ભૂલ ના કરશો
- Advertisement -
મૌની અમાવસ્યા પર મનુ ઋષિનો જન્મ પણ થયો હતો અને મનુ શબ્દથી જ મૌનીની ઉત્પત્તિ થઈ. આ વર્ષે મૌની અમાવસ્યા 21 જાન્યુઆરીએ આવી રહી છે. આવો જાણીએ કે મૌની અમાવસ્યા પર કઈ ભૂલો કરવાથી બચવુ જોઈએ.
મોડા સુધી ના ઊંઘશો– મૌની અમાવસ્યાના દિવસે મોડા સુધી ના ઊંઘશો. અમાસના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવાની પરંપરા છે. જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન ના કરો તો ઘરે અવશ્ય સ્નાન કરો. સ્નાન કર્યા બાદ સૂર્યને પાણી ચઢાવવુ જોઈએ. સ્નાન કર્યા પહેલા કશુ બોલશો નહીં, મૌન રહો.
શ્મશાનની પાસે ના જાઓ– અમાસના દિવસે શ્મશાન ઘાટ અથવા કબ્રસ્તાનમાં અથવા તેની આજુબાજુ ના ફરવુ જોઈએ. અમાસની રાત્રે સૌથી ઘેરી કાળી રાત હોય છે અને માનવામાં આવે છે કે અત્યારે નકારાત્મક આત્માઓ અથવા શક્તિ વધારે સક્રિય થાય છે.
- Advertisement -
ઘરમાં અશાંતિ ના ફેલાવો– અમાસના દિવસે ઘરમાં શાંતિનો માહોલ હોવો જોઈએ. આજના દિવસે જે ઘરમાં ઝગડા થાય છે, ત્યાં પિતૃઓની કૃપા થતી નથી.
લડાઈ-ઝગડાથી બચો– આજના દિવસે લડાઈ-ઝગડા અને વાદ-વિવાદથી બચવુ જોઈએ. આ દિવસે કડવા વચન તો બિલ્કુલ ના બોલવા જોઈએ.
શારીરીક સંબંધ ના બનાવો– અમાસના દિવસે સંયમ રાખવો જોઈએ. આ દિવસે પુરૂષ અને સ્ત્રીએ શારીરીક સંબંધ ના બનાવવા જોઈએ. ગરુડ પુરાણ મુજબ, અમાસના દિવસે શારીરીક સંબંધ બનાવવાથી જન્મ લેતા બાળકને આજીવન સુખ મળતુ નથી.