હોળી ભારતના મુખ્ય તહેવારોમાંથી એક છે, જે ફાગણ મહિનામાં ઉજવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર કહેવાય છે અને દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાય છે. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ચાલો જાણીએ આ તહેવારનું મહત્વ અને ઉજવણીની તારીખ.
ઘણાં જ્યોતિષો અનુસાર આ વર્ષે હોળીનો તહેવાર ખાસ હશે કારણ કે આ વર્ષે હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનું છે. હોળીના દિવસે જો પરિવારની સાથે ચંદ્રના દર્શન કરવામાં આવે છે તો અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
- Advertisement -
હોળી ક્યારે છે?
2025માં હોળી 14 માર્ચે ઉજવાશે. હોળીનો પહેલો દિવસ, જેને હોળિકા દહન અથવા છોટી હોળી કહેવામાં આવે છે, તે 13 માર્ચે રહેશે. હોળિકા દહનના દિવસે, શુભ મુહૂર્તમાં હોળિકા દહન કરવામાં આવે છે. 2025માં, હોળિકા દહનનો શુભ મુહૂર્ત 13 માર્ચે સાંજે 6:26 વાગ્યાથી 8:52 વાગ્યા સુધી રહેશે.
હોળિકા દહન
- Advertisement -
હોળિકા દહન માટે, પહેલા લાકડીઓ અને અન્ય દહનશીલ સામગ્રી એકઠી કરીને હોળી બનાવવામાં આવે છે. શુભ મુહૂર્તમાં, હોળીનું પૂજન કરવામાં આવે છે, જેમાં કાચા નારિયેળ, ધાન્ય, ફૂલ અને અન્ય પૂજન સામગ્રીનો ઉપયોગ થાય છે. પૂજન બાદ, હોળિકા દહન કરવામાં આવે છે અને તેની પરિક્રમા કરીને પ્રાર્થના કરવામાં આવે છે.
ધૂળેટી
હોળીનો બીજો દિવસ રંગોનો તહેવાર છે, જે 14 માર્ચે ઉજવાશે. જેને ધૂળેટી કહેવામાં આવે છે. આ દિવસે, લોકો એકબીજાને રંગ લગાવીને અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરે છે. આ તહેવાર પ્રેમ, એકતા અને આનંદનું પ્રતિક છે.
સાવચેતી
હોળીના તહેવારના સમયે, સુરક્ષા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રાકૃતિક અને કેમિકલ વગરના રંગોનો ઉપયોગ કરીને પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ.
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.