રશિયાના ક્રીમિયાને જોડતા પુલ પર હુમલામાં બે મોત
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાએ યુક્રેનને ઘઉંની નિકાસની મંજૂરી આપતું ડીલ રદ કરતાં આફ્રિકા, મધ્યપૂર્વ અને એશિયામાં ભૂખમરો જોવા મળી શકે છે. રશિયાના આ પગલાંના લીધે ઘઉંના ભાવમાં ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત રશિયાને જોડતા ક્રીમિયાના બ્રિજ પર યુક્રેને નવેસરથી કરેલા હુમલામાં બેના મોત થયા હતા અને પુલને ખાસ્સુ નુકસાન થયું હતું. રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.
- Advertisement -
ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા તેના પોતાના ફૂડ અને ફર્ટિલાઇઝરની વિશ્ર્વને નિકાસ કરવા માટે મંજૂરી નહી આપે ત્યાં સુધી બ્લેક સી ગ્રીન ઇનિશિયેટિવ ડીલ સસ્પેન્ડેડ જ રાખશે. રશિયાની ફરિયાદ છે કે શિપિંગ અને વીમા પરના પ્રતિબંધના લીધે તેની કૃષિ નિકાસ પર અસર પડી છે. તેની પાસે નિકાસ કરવાલાયક ઘઉંનો પાક વિક્રમજનક સંખ્યામાં છે.
રશિયાએ જણાવ્યું હતું કે બ્લેક સી ગ્રેઇન ડીલમાં હવે રશિયાના પાસાનો અમલ કરવાનો થશે ત્યારે રશિયા આ કરાર પર પરત ફરશે. આમ રશિયાના પગલાંના લીધે યુએન અને ટર્કીએ ગયા સપ્તાહે બ્લેક સી ગ્રીન ઇનિશિયેટિવનું ડીલ કર્યુ હતુ, તેનો અંત આવી ગયો છે. રશિયાએ યુક્રેનમાં ઘૂસણખોરી કર્યા પછી વિશ્ર્વની ફૂડ કટોકટીઓ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. તેના પછી યુદ્ધ દરમિયાન યુએન-ટર્કીએ રશિયા સાથે બ્લેક સી ગ્રીન ઇનિશિયેટિવ ડીલ કરવામાં સફળતા મેળવી હતી. આ ડીલના લીધે ઘઉં, વનસ્પતિ તેલ અને અન્ય ફૂડ કોમોડિટીઝના ભાવને ડામવામાં મદદ મળી હતી. યુક્રેન અને રશિયા બંને ઘઉં, જવ, સૂર્યમુખીનું તેલ અને અને પોષણક્ષમ ફૂડ પ્રોડક્ટ્સના નિકાસકાર છે. કેટલાય દેશો તેમના પર નિર્ભર છે.