વોટ્સએપ દ્વારા હાલમાં નવું ફીચર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફીચર હાલમાં આઇફોન માટેના ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ હેઠળ બેટા વર્ઝન 26.5.10.79માં આપવામાં આવ્યું છે. એમાં હવે યુઝર્સ ફોટો અને વીડિયોને પણ ડ્રાફ્ટ કરી શકશે. આ ફીચરનો ઉપયોગ ચેટ અને ગ્રુપ બન્નેમાં કરી શકાશે. અત્યાર સુધી વોટ્સએપ દ્વારા ટેક્સ્ટ મેસેજને ડ્રાફ્ટ કરવાની સુવિધા આપવામાં આવી હતી. જોકે હવે તેમના દ્વારા ફોટો અને વીડિયો માટે પણ આ ફીચર આપવામાં આવ્યું છે. બેટા વર્ઝનનો ઉપયોગ કરનાર યુઝર હાલમાં એનો ઉપયોગ કરી શકે છે. જોકે વોટ્સએપ દ્વારા બહુ જલદી એને રિલીઝ પણ કરવામાં આવશે.
ફોટો અને વીડિયોને કરી શકાશે ડ્રાફ્ટ
- Advertisement -
વોટ્સએપ દ્વારા હવે ફોટો અને વીડિયોને પણ ડ્રાફ્ટ કરવાનું ફીચર આપવામાં આવ્યું છે. ટેક્સ્ટ મેસેજને જે રીતે સેવ કરવામાં આવતું હતું એ જ રીતે હવે વીડિયો અને ફોટોને પણ કરી શકાશે. આ મીડિયાને એડિટ કર્યા બાદ યુઝર એને ડ્રાફ્ટ કરી શકશે. યુઝર જ્યારે વીડિયો અથવા ફોટોને એડિટ કરે છે ત્યારે સ્ક્રીન પર ટોચ પર મીડિયાને હાઇ ક્વાલિટી માં સેન્ડ કરવો કે નહીં એનું વિકલ્પ આપે છે. એની બાજુમાં જ હવે ડ્રાફ્ટ માટેનું બટન પણ આપવામાં આવ્યું છે.
ડ્રાફ્ટ ફોટો અને વીડિયોને કેવી રીતે સેવ કરશો?
યુઝર જ્યારે વોટ્સએપમાં ફોટો અથવા તો વીડિયોને એડિટ કર્યા બાદ ડ્રાફ્ટ કરે છે તો એને પણ સેવ કરી શકાય છે. આ માટે ડ્રાફ્ટ સમયે જ સેવનો વિકલ્પ પણ આપવામાં આવશે. એના પર ક્લિક કરતાં જ મેસેજ આવશે કે ફોટો સેવ થઈ ગયો છે. આ ફોટો અથવા તો વીડિયો ફોટોઝ એપમાં રિસેન્ટ આઇટમ્સમાં જોઈ શકાશે. આ સાથે જ ફોટો લાઇબ્રેરીમાં લેટેસ્ટ ફોટો અથવા તો વીડિયો એ જ સેવ થયો હતો. આ ફીચર ફોટો અથવા તો વીડિયોને એડિટ કર્યા બાદ એને ચોક્કસ સમયે સેન્ડ કરવા માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે. કોઈ વ્યક્તિને વીડિયો અથવા તો ફોટો ચોક્કસ સમયે સેન્ડ કરવાનો હોય તો એની ચેટમાં એને અપલોડ કરીને ડ્રાફ્ટ કરી શકાય છે. આથી સમય આવતાં એને ફક્ત સેન્ડ કરવાનું રહે.




