પ્રકૃતિમાં ઘણા વૃક્ષો અને છોડ આવેલા છે. જે સમગ્ર દુનિયાની શોભા વધારે છે. તેઓ સ્વાસ્થ્યવર્ધક અને સુંદરતા વધારતા હોવાની સાથોસાથ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ ઘણા ઉપયોગી છે. કેટલાક વૃક્ષો એવા છે, જે તમારી રાશિ અને તેને સંબંઘીત ગુપ્ત રહસ્યો જણાવી શકે છે.
મેષ રાશિના જાતકોએ લીંબુનું ઝાડ લગાવવું
મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ જ્વલંત ગ્રહ છે. કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોવાને કારણે વ્યક્તિના જીવનમાં દુર્ઘટના, રક્ત સંબંધિત અકસ્માતો અને ધનહાનિ થાય છે. તેને દૂર કરવા માટે લોકો મૂંગા પન્ના રત્ન ધારણ કરે છે. મેષ રાશિના જાતકોએ મૂંગા પન્ના રત્ન ધારણ કરવાની સાથે આંગણામાં લીંબુનું ઝાડ લગાવવું જોઈએ.
- Advertisement -
વૃષભ રાશિના જાતકોએ જાંબુનું ઝાડ લગાવવું
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. કુંડળીમાં શુક્રની મજબૂત સ્થિતિને કારણે વ્યક્તિને ધન, સંપત્તિ, વાહન અને વૈવાહિક સુખ મળે છે. કુંડળીમાં શુક્ર નબળો હોય તો વ્યક્તિ સુખ-સુવિધાઓથી વંચિત રહે છે. આવા વ્યક્તિના જીવનમાં વૈવાહિક સુખ નથી મળતું. જેથી વૃષભ રાશિના જાતકોએ રત્ન ધારણ કરવા ઉપરાંત આંગણામાં જાંબુનું ઝાડ લગાવવું પણ શુભ માનવામાં આવે છે.
- Advertisement -
મિથુન રાશિના જાતકોએ ગુલાબના છોડ લગાવવા
બુધ ગ્રહને મિથુન રાશિનો સ્વામી માનવામાં આવે છે. જેના પ્રત્યક્ષ સ્વામી વિષ્ણુજી અને ગણેશજી માનવામાં આવે છે. આ રાશિના લોકો માટે ગુલાબનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે. આ વૃક્ષને લગાવવાથી ભગવાન વિષ્ણુની સાથે તેમને ભગવાન ગણેશની કૃપા પણ મળે છે.
કર્ક રાશિના જાતકોને સફેદ ગુલાબથી કારકિર્દીમાં પ્રગતિ
ચંદ્રને કર્ક રાશિનો સ્વામી માનવામાં આવે છે. આ રાશિના લોકો ઘણીવાર મૂનસ્ટોન તેમજ મોતી પહેરે છે. આ રાશિ માટે સફેદ રંગ શુભ માનવામાં આવે છે, તેથી જો આ રાશિના જાતકો આંગણામાં સફેદ ગુલાબ લગાવે છે, તો તેમની કારકિર્દીમાં પ્રગતિ થાય છે.
સિંહ રાશિના જાતકોએ લાલ ગુલાબના છોડ લગાવવા
સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ માનવામાં આવે છે. તેને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. લોકો સરકારી નોકરી તેમજ માન-સન્માન માટે સૂર્યદેવની પૂજા કરે છે. જો આ રાશિના લોકો તેમના આશીર્વાદ મેળવવા માટે લાલ ગુલાબ લગાવે છે, તો તેઓને સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ મળે છે.
કન્યા રાશિનાં જાતકો માટે જામફળનું ઝાડ શુભ
બુધને કન્યા રાશિનો સ્વામી માનવામાં આવે છે. આ રાશિના લોકો બુદ્ધિશાળી અને ચતુર અને અસ્થિર હોય છે. આ માટે તેઓ રત્ન વગેરે પહેરે છે. આ રાશિના લોકો માટે જામફળનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે.
તુલા રાશિનાં જાતકોએ ચીકુનું ઝાડ લગાવવું
શુક્રને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. આ રાશિના જાતકો કલા પ્રત્યે રૂચિ ધરાવે છે. તેઓને દરેક ક્ષેત્રમાં લાભ મળે છે. આ રાશિના જાતકો માટે ચીકુનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે.
વૃશ્ચિક રાશિનાં જાતકોએ દાડમનું ઝાડ લગાવવું
વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોવાના કારણે અકસ્માત, રક્તપાત વગેરેની સંભાવના છે. આ કારણોસર, લોકો મંગળને મજબૂત કરવા માટે રત્નો પહેરે છે અને દાડમનું ઝાડ પણ લગાવે છે.
ધનુ રાશિનાં જાતકો માટે પીપળાનું વૃક્ષ શુભ
ધનુ રાશિના સ્વામીને ગુરુ માનવામાં આવે છે. આ રાશિના લોકો પર ભગવાન હનુમાનની કૃપા હોય છે. આ રાશિના જાતકોએ પોતાના ગુરુને બળવાન બનાવવા માટે રત્ન વગેરે ધારણ કરવા જોઈએ અને પીપળાનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે.
કુંભ રાશિએ હિબિસ્કસનું ફૂલ લગાવવું
શનિને કુંભ રાશિનો સ્વામી માનવામાં આવે છે. આ રાશિના લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે પીરોજ રત્ન ધારણ કરે છે અને શનિદેવની વિશેષ પૂજા પણ કરે છે. આ રાશિના લોકો માટે ઘરના આંગણામાં હિબિસ્કસનું ફૂલ લગાવવું શુભ માનવામાં આવે છે.
મીન રાશિનાં જાતકોએ પપૈયાનું ઝાડ લગાવવું શુભ
ગુરુને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે. ગુરુ ગ્રહની નબળાઈને કારણે ધનહાનિ થાય છે. તેને મજબૂત કરવા માટે લોકો ગુરુવારે ઉપવાસ કરે છે અને રત્નો ધારણ કરે છે. આ રાશિના લોકો માટે પપૈયાનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે.
મકર રાશિનાં જાતકોએ ફણસનું ઝાડ લગાવવું શુભ
મા દુર્ગાને મકર રાશિની પ્રમુખ દેવતા માનવામાં આવે છે. આ રાશિના લોકોને માતા દુર્ગા તરફથી અપાર આશીર્વાદ મળે છે. આ માટે આ રાશિના લોકો ઉપવાસ, પૂજા વગેરે કરે છે. આ રાશિના જાતકો માટે જેકફ્રૂટ એટલે કે ફણસનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે.