કોંગ્રેસની ઉદયપુરની ચિંતન શિબિરમાં પોતાને ચક્રવ્યુહમાંથી કાઢીને કેટલાય બદલાવોને લાગુ કરવાની ઘોષણા કરી હતી, જેમાં યુવાનોને ખાસ મહત્વ આપવાના પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી કોંગ્રેસના નેતાઓમાં કોઇ વિશ્વાસ જોવા મળી રહ્યો નથી, જેનું તાજુ ઉદાહરણ ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલનું કોંગ્રેસને છાડવાનું જોવા મળ્યુ. હાર્દિકે પોતાના ત્યાગપત્રમાં કોંગ્રેસ પર કેટલાય આરોપો લગાવ્યા છે અને શીર્ષ નેતૃત્વ પર પણ પ્રશ્નો ઉભા કર્યો છે.
- Advertisement -
ગુજરાતમાં આ વર્ષના આખરમાં વિધાનસભા ચુંટણી યોજાનાર છે, પરંતુ રાજકારણ અત્યારથીજ ગરમ છે, અને રાજનૈતિક દળો પોત-પોતાના સમીકરણો ગોઠવવામાં લાગ્યા છે. એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે પાર્ટી છોડીને ધડાકો કર્યો. ગુજરાતના સામાજીક સમીકરણોને જોતા હાર્દિકનું કોંગ્રેસ પાર્ટીને છોડવું એ ભાજપ માટે આવનારા સમયમાં ખૂબ લાભદાયી નિવડશે. પરંતુ પ્રશ્ન એ છે કે છેલ્લે હાર્દિક પટેલે અચાનક કોંગેસ પાર્ટીથી છેડો કેમ ફાડી લીધો અને તેમને આ પગલું કેટલું લાભદાયી રહેશે તે તો આવનારા સમયમાં જોવા મળશે.
હાર્દિક પટેલની નારાજગીનું શું છે કારણ?
પાટીદર આરક્ષણ આંદોલનથી પોતાની ઓળખ બનાવનાર હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીથી અળગા થઇ રહ્યા છે. હાર્દિક પટેલે વર્ષ 2019માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાય હતા અને ફરી વર્ષ 2020માં તેમને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમના પાર્ટી પ્રત્યેના રોષનું કારણ એ છે કે છેલ્લા બે વર્ષથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, પરંતુ તેમની પાસે કોઇ જવાબદારી નથી, કે ના કોઇ તેમની સાથે ચર્ચા- વિચારણા કરે છે. ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેમનો સમાવેશ કરવામાં આવતો નથી. ગુજરાત કોંગ્રેસમાં મહાસચિવ અને ઉપાધ્યક્ષ, જિલ્લા કાર્યકરોની નિયુકિત દરમ્યાન પણ તેમની કોઇ સલાહ લેવામાં આવતી નથી. હાર્દિકએ પોતાના સાથી નેતાઓને લઇને કોંગ્રેસમાં જોડાયા હતા, તેમને પણ ખાસ કોઇ મહત્વ મળ્યુ નથી.
હાર્દિક પટેલની રાજનૈતિક મહત્વકાંક્ષાઓ જગજાહેર જ છે. એવામાં હાર્દિક જો કોઇ વાતને લઇને નારાજ હોય તો, તેમના પદ પ્રમાણે તેમને કોઇ મહત્વ મળ્યું નથી. હાર્દિકએ કહ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમને આગળ વધવા દેતા નથી અને ના તો તેમને કોંગ્રેસના કોઇ કાર્યક્રમમાં બોલાવવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના કોઇ પણ પોસ્ટરમા પણ તેમને કોઇ જગ્યા આપવામાં આવી નથી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડોં. રઘુ શર્માએ પણ હાર્દિક પટેલના સંબંધો સહજ રહ્યા નથી, જેના કારણે તેઓ ખુદ પાર્ટીમાં એકલા હોવાનું લાગી રહ્યું હતુ. તેમના સિવાય હાર્દિક પટેલ પાટીદાર સમુદાયના નેતા નરેશ પટેલની પણ કોંગ્રેસમાં જોડાવાની વાતથી તેઓને અસહજતા લાગી રહી હતી.
- Advertisement -
હાર્દિકએ પોતાનો રોષ દિલ્હી જઇને ત્યાના મુખ્ય નેતાઓ સામે પણ ઠાલવ્યો હતો, તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી અને શીર્ષ નેતાઓને પણ મારી સમસ્યા ખબર છે, છતાં પણ તેઓ કોઇ ઉપાય કરતા નથી. કારણકે હાર્દિક પટેલની મહત્વકાંક્ષા શીર્ષ નેતાઓના જોરે પોતાનું મહત્વનું અને ઉચ્ચ સ્થાન તેઓ કોંગ્રેસમાં બનાવવા માંગતા હતા, જેનાથી તેઓ નારાજ હતા. તેમણે પાર્ટી છોડયા પછી પોતાની સફાઇમાં ખુલ્લા મને પોતાનો પાર્ટી અને નેતૃત્વને લઇને રોષ ઠાલવ્યો. તેમણે કહ્યું કે, ગુજરાતીઓ સાથે કોંગ્રેસનું વર્તન નફરતવાળું છે.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
શું કેસરીયો ખેસ ધારણ કરશે?
જયારે, પાટીદાર આરક્ષણ આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ પર 17 એફઆરઆઇ દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તો તેઓને જમાનત મળી ગઇ, પરંતુ એક બીજા કેસને પાછો લેવા માટે કોર્ટએ પરવાનગી આપી દીધી છે. બીજેપી સરકારે કેસને પાછો ખેંચવાનો નિર્ણય કરીને હોર્દિકને ભાજપમાં જોડાવા માટેનો રસ્તો ખુલ્લો કરી દીધો છે. હાર્દિક પોતાના રાજીનામામાં હિંદુત્વ અને રાષ્ટ્રવાદની લાઇન ખેંચીને પોતાના ભવિષ્યના રાજકારણના નકશાને અંકિત કરી દીધો છે.