આલિયા ભટ્ટે જન્મ પહેલાં જ બાળકના નામ વિશે સંકેતો આપી દીધા હતા અને તેને કહ્યું હતું કે તેના બાળકનું નામ એકદમ અનોખું રાખશે
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે 6 નવેમ્બર 2022ના રોજ દીકરીનો જન્મ થયો હતો. નાની ઢીંગલીના જન્મ બાદ ભટ્ટ અને કપૂર બંને પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બૉલીવુડથઈ કરીને સામાન્ય લોકો દરેક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. આ બધા વચ્ચે જ આલિયા ભટ્ટે પણ ડિલિવરી પછી સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી અને ચાહકોને ખુશખબર આપતા આલિયાએ લખ્યું હતું કે તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. જણાવી દઈએ કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની દીકરીના નામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
- Advertisement -
જણાવી દઈએ કે આલિયા ભટ્ટે પોતે પ્રેગ્નન્સી દરમિયાન આ નામ વિશે વાત કરી હતી.
View this post on Instagram- Advertisement -
શું હશે આલિયા ભટ્ટની દીકરીનું નામ
જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટનો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો અને આ વિડીયો ત્યારનો છે જ્યારે આલિયા ભટ્ટ તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું પ્રમોશન કરી રહી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે જો તેનું નામ આલિયાને બદલે કંઈક બીજું હોત તો તેનું બીજું નામ શું રાખત? આ પ્રશ્નના જવાબમાં આલિયા ભટ્ટે પોતાનું મનપસંદ નામ જણાવ્યું હતું અને ત્યારે આલિયા ભટ્ટે કહ્યું હતું કે આ ખાસ નામ તેને ખૂબ જ પસંદ છે કારણ કે આ નામ આલિયા ભટ્ટના અને રણબીરના નામ સાથે પણ જોડાયેલું છે.
આલિયા-રણબીરના નામના અક્ષરો
આલિયા ભટ્ટે પોતાનું ફેવરિટ નામ ‘આયરા’ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આયરા નામની ખાસિયત એ છે કે આલિયાના નામનો પહેલો અક્ષર તેની શરૂઆતમાં ‘આ’ છે અને રણબીરના નામનો પહેલો અક્ષર અંતમાં ‘રા’ છે. હાલ એ વાતનું અનુમાન લગાવવામાં આવ્યું કે આલિયા તેની પુત્રીનું નામ આયરા રાખી શકે છે.
View this post on Instagram
‘આયરા’ નામનો અર્થ શું છે?
આલિયા ભટ્ટનું ફેવરિટ નામ ‘આયરા’નો અર્થ પણ ખૂબ જ સુંદર છે તમને જણાવી દઈએ કે આયરાનો અર્થ એ છે આદરણીય, આ સિવાય આયરા નામ વિદ્યાની દેવી સરસ્વતીનું પણ એક નામ છે.
આલિયા શેર કરી પોસ્ટ
નાની ઢીંગલીના જન્મ બાદ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરીને ચાહકોને ખુશખબર અપાઈ હતી. આલિયા ભટ્ટે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અને અમારા જીવનના સૌથી સારા સમાચાર: – અમારું બાળક આવી ગયું છે… અને તે એક જાદુઈ બાળકી જેવી છે.’ જણાવી દઈએ કે આલિયા એ પોસ્ટ શેર કરી એ પછી તેની મા સોની રાઝદાન અને રણબીર કપૂરની મા નીતુ સિંહે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ચાહકોને નાની-દાદી બનવાના સારા સમાચાર આપ્યા હતા અને આ સાથે રણબીર કપૂરની બહેને પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્તકરી હતી. આલિયા ભટ્ટની આ પોસ્ટ પછી એમના ચાહકો દીકરીની પહેલી ઝલક જોવા માટે ઘણા ઉત્સુક છે.