સિમેન્ટ ફેક્ટરી માટે કાળી બત્તી કરનાર અંદરનાં માણસ …દીપ સેટિંગબાજની શું ભૂમિકા?
માલ ઢોર ચરાવતો વિજય સંગઠિત ટ્રાન્સપોર્ટને પરાસ્ત કરી ગયો?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગીર સોમનાથ વિસ્તારમાં આવેલ નામાંકિત સિમેન્ટ ફેક્ટરીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે આ કૌભાંડમાં કંપનીના અંદરના જ માણસો તથા અમુક ટ્રાન્સપોર્ટ કંપનીઓ તથા ખનીજ માફિયા સામેલ છે. આ સિમેન્ટ ફેક્ટરીએ બે અલગ અલગ કેટેગરીવાળા મસ્ત મોટા કોલસાના વેસલ મંગાવેલાં છે તે વેસલનો કોન્ટ્રાક્ટ ત્રણથી ચાર ટ્રાન્સપોર્ટ કંપનીને તેમનો વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે. તેમાં અમુક ટ્રાન્સપોર્ટ માં મોટા પ્રમાણની ગેર નીતિ થઈ રહી છે તે ગેરરીતિમાં કંપનીના અમુક મળતીયા (ભોળાભાઈ ) અધિકારીઓ દ્વારા કંપનીના લેબ ઓફિસરો તથા અન્ય વહીવટી અધિકારીઓને સાથે રાખી કંપની સાથે કરોડોની ચીટીંગ કરી રહ્યા છે.
જામનગરના બેડી બંદર ખાતે કંપનીના બે મસમોટા વેસલ આવેલા છે તે વેસલમાં આવેલો કોલસો બેડી બંદરથી રાણાવાવ તથા મોરાસા આવેલી ફેક્ટરીએ સપ્લાય કરવા માટે ટ્રાન્સપોર્ટ કંપનીની મદદ લેવામાં આવે છે તેનો લાભ લઈ સ્થાનિક ખનીજ માફિયાઓ પોતાની ગાડી ટ્રાન્સપોર્ટ કંપનીમાં મોકલી બેડી બંદર ખાતેથી આશરે 4 લાખથી વધુનો કોલસો ભરવામાં આવે છે જેનો વજન આશરે 35 ટન હોવાનું જણાય છે. જે ગાડીને 24 કલાકની અંદર કંપની સુધી પહોંચાડવાની હોય છે તે 24 કલાકનો લાભ લઈ ખનીજ માફિયા રસ્તામાં પોતાની જગ્યા( ડેલો) ભાડે રાખી તે કોલસો ભરેલી ગાડી ડેલામાં ઠાલવી દેવામાં આવે છે તે લાખો રૂપિયાનો કોલસો ખાલી કરી તેમાં નબળી ગુણવત્તા વાળો સુરેન્દ્રનગરમાં આવેલ થાન વિસ્તારનો કોલસો ભરી દેવામાં આવે છે તેની કિંમત આશરે 50 હજાર જેવી હોય છે ચાર લાખનો કોલસો કાઢી 50 હજારનો ભરી દેવાય છે.
સાતમ આઠમના તહેવારનો લાભ લઈ શરૂઆતના ચાર પાંચ દિવસમાં આ ખનીજ માફિયાઓ એ કરોડો રૂપિયાની કોલસો ચોરી કરી તેની ગંધ અમુક ઈમાનદાર ઓફિસરોને આવી ગઈ હતી તેમ છતાં આ ખનીજ માફિયાઓ એટલા બધા પાવરફુલ છે કે મસમોટો વહીવટ કરી તમામ ગાડીઓ ખાલી કરાવી દીધી.
કંપનીના ઈમાનદાર અધિકારીઓ ઉપર લેવલ સુધી તપાસ કરી ઈઈઝટ ચેક કરવામાં આવે તો બધુ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય.