જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર સ્ટારર ‘વશ લેવલ 2’એ બોક્સ ઓફિસને વશમાં કરી લીધું છે. ગુજરાતી સહિત હિન્દી ભાષામાં પણ ફિલ્મે સારી એવી કમાણી કરી છે. જો કે હિન્દીમાં ફિલ્મને અપેક્ષા મુજબનો રિસ્પોન્સ ન મળ્યો પરંતુ ગુજરાતીમાં દર્શકોએ ફિલ્મને વધારી લીધી છે. જાણો રિલીઝના સાતમા દિવસે શું કહે છે બોક્સ ઓફિસના આંકડા…
જાનકી બોડીવાલાની ફિલ્મે રિલીઝથી અત્યાર સુધી કુલ 7.61 કરોડની કમાણી કરી લીધી છે. સાતમા દિવસે ફિલ્મે ગુજરાતી ભાષામાં 28 લાખ અને હિન્દી ભાષામાં 31 લાખની કમાણી કરી છે. બંને ભાષામાં થઈને ફિલ્મે 59 લાખ લાખની કમાણી કરી છે.
- Advertisement -
પહેલો દિવસ – 1.3 કરોડ, બીજો દિવસ – 90 લાખ, ત્રીજો દિવસ – 90 લાખ, ચોથો દિવસ – 1.7 કરોડ, પાંચમો દિવસ – 2.2 કરોડ, છઠ્ઠો દિવસ – 59 લાખ
ફિલ્મનું કુલ બજેટ 8 કરોડની આસપાસ હતું. ફિલ્મે કુલ કલેક્શન મામલે 7 કરોડના આંકડાને લગભગ ક્રોસ કરી લીધો છે. એટલે કે ફિલ્મે બજેટ જેટલી કમાણી સાત દિવસમાં કરી લીધી છે. આ સાથે જોવાનું છે કે આ ફિલ્મ અગાઉ રિલીઝ થયેલી ગુજરતી ફિલ્મોને કમાણી મામલે ટક્કર આપી શકે છે કે કેમ.