હળવદમાં કલા મહોત્સવના સ્પર્ધકોને ઈનામના બદલે આંશુ મળ્યા !
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરની ખાનગી શાળામાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગ ગાંધીનગર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હળવદ તાલુકા કક્ષાનો યુવા કલામહાકુંભ અને યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સ્પર્ધકો આવ્યા હતા જેમાં સર્જનાત્મક સ્પર્ધાના ખેલાડીઓ રઝળી પડ્યા હતા જેના પગલે શાળાના મેનેજમેન્ટ સામે વાલીઓએ સવાલો ઉઠાવ્યા હતા તો સાથે સ્પર્ધકોના શિક્ષક પણ ગેરહાજર રહેતા થોડીવાર માટે કલા મહોત્સવના સ્પર્ધકોના આંખોમાંથી અશ્રુની ધારા વહી હતી. હળવદ શહેરની ખાનગી શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલા મહાકુંભ અને યુવા મહોત્સવમાં 70 જેટલા સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં કલા મહોત્સવ અને યુવક મહોત્સવના બંને કાર્યક્રમો એક જ સાથે એક જ જગ્યાએ રાખવામાં આવ્યા હોવાથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે તો સાથે મોરબી ચોકડી પાસે આવેલ શહેરની ખાનગી શાળાના સર્જનાત્મક સ્પર્ધાના સ્પર્ધકો રઝળી પડ્યા હતા જેમાં સર્જનાત્મક સ્પર્ધાના સ્પર્ધકોને ટંકારાના વિરપર ખાતે આવેલ નાલંદા વિદ્યાલયમાં 11 મી સપ્ટેમ્બરના રોજ જીલ્લા કક્ષામાં ભાગ લેવાનો હોવાથી તાલુકા કક્ષામાં તેનો સમાવેશ થઈ શકે તેમ ન હતો તેવું સત્યજીત વ્યાસે જણાવ્યું હતું જેથી કરીને વહેલી સવારથી આવેલા સર્જનાત્મક સ્પર્ધાના સ્પર્ધકો શહેરની ખાનગી શાળામાં ચોધાર આંસુએ રડી પડતા વાલીઓમાં ગણગણાટ શરૂ થયો હતો અને મોરબી ચોકડી પાસે આવેલી શાળાના મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા હતા.