પીએમ મોદી સમક્ષ મામલો રજૂ કરતા પહેલા તમારે સંપૂર્ણ તૈયારી કરવી પડે છે.
વિદેશ મંત્રી એસ જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિમાન્ડિંગ બોસ માને છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી સમક્ષ મામલો રજૂ કરતા પહેલા તમારે સંપૂર્ણ તૈયારી કરવી પડે છે. કારણ કે તેઓ અગાઉથી તૈયારી કરે છે. તેમણે કહ્યું કે, પીએમ ખુલ્લી ચર્ચા માટે માહોલ બનાવે છે અને કામ કરવાની સ્વતંત્રતા આપે છે.
- Advertisement -
ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા છાત્રોને આપવામાં આવતી સ્કોલરશિપના રજત જયંતિ સમારોહમાં જયશંકરે કહ્યું, ‘દરરોજ મારું મૂલ્યાંકન થાય છે. સાચું કહું તો તેઓ ખૂબ જ ડિમાન્ડિંગ બોસ છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તેઓ તૈયારી કરે છે. તમારે કોઈ વાતની ચર્ચા કરવી હોય તો તમારે સંપૂર્ણ તૈયારી પણ કરવી પડશે.તમને ખબર હોવી જોઇએ કે તમે શું વાત કરી રહ્યા છો. તમારે તમારી વાત પર અડગ રહેવું જોઈએ અને તમારી પાસે ડેટા હોવો જોઈએ.
જયશંકરે પીએમ મોદીને બોસ પણ કહ્યા, તેમણે કહ્યુ “બીજી ખાસિયત હું કહીશ તેઓ ખૂબ ઇન્ટરેક્ટિવ પોબોસ છે,” કેટલાક બોસ એવા હોય છે જે તમારી સાથે વાત કરતા પહેલા જ પોતાનું મન બનાવી લે છે અથવા તો તમને નિર્ણય સંભળાવી દે છે. તેમની નિર્ણય લેવાની શૈલી એકદમ ઇન્ટરેક્ટિવ છે.
વિદેશ મંત્રીએ કહ્યું, ‘મને તેમની સાથે કામ કરવાની મજા આવી, કારણ કે તેઓ નિર્ણયો લે છે અને તમને કામ કરવાની સ્વતંત્રતા આપે છે. યુક્રેન કટોકટી દરમિયાન તેઓએ નક્કી કર્યું કે અમારે લોકોને બહાર કાઢવા પડશે. તમારે જે કરવું હોય તે કરો, એરફોર્સનો ઉપયોગ કરો, નાગરિક ઉડ્ડયનનો ઉપયોગ કરો, લોકો સાથે વાત કરો, મારે કોઈને ફોન કરવો હોય તો હું કરીશ, તમારે મંત્રીઓને મોકલવાના હોય તો મોકલી આપો. તેઓ આપણને કામ કરવાની સ્વતંત્રતા આપે છે.
- Advertisement -
તેમણે કહ્યું, ‘એવું નથી કે તેઓ તમને ટ્રેક કરી રહ્યા નથી, પરંતુ તે માઇક્રોમેનેજ નથી કરતા. મને આ કામમાં મજા આવી.
અમેરિકાની ચૂંટણી પર પણ વાત કરી
જયશંકરે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે વાપસી બાદ ઘણા દેશો અમેરિકાને લઈને ઘભરાયેલા છે, પરંતુ ભારત તેમાંથી એક નથી. ભારત-અમેરિકા સંબંધો અને ટ્રમ્પની જીત પર વિદેશ મંત્રીએ કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ પ્રથમ ત્રણ લોકોમાં હતા જેમની સાથે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાત કરી હતી.’ તેમણે કહ્યું કે ભારત અને વડાપ્રધાન મોદીએ ઘણા રાષ્ટ્રપતિઓ સાથે તાલમેલ બનાવ્યા છે. તેમણે કહ્યું, ‘આજે ઘણા દેશો અમેરિકાથી ગભરાયેલા છે… પરંતુ આપણે તેમાંથી નથી.’