રશિયા પરથી પ્રતિબંધો હટાવવા માંગ કરી: પ્રતિબંધો રાજકીય કારણે, પણ તેનું નુકસાન લોકોને
આખા યુરોપ અને દુનિયાને રશિયાએ યુક્રેન સામે છેડેલા યુદ્ધનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. યુરોપમાં તો અર્થવ્યવસ્થા રશિયાના તેલ અને ગેસ સપ્લાય પર જ આધારીત છે. અમેરિકા અને પશ્ચીમી દેશોએ રશિયા પર લાદેલા પ્રતિબંધોના વિરોધમાં રશિયાએ યુરોપનો તેલ-ગેસ પુરવઠો ઠપ્પ કરી દેતા તેલ અને ગેસની ભારે કિંમતથી યુરોપના લોકોની કમર તૂટી ગઈ છે.
- Advertisement -
લોકોએ પોતાની સરકારોને રાહતની માંગને લઈને વિદ્રોહી વલણ અપનાવ્યું છે અને રસ્તા પર આવીને રશિયા પર પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે.આ માંગ સાથે ચેક ગણરાજયની રાજધાની પ્રાગમાં રવિવારે ગેસની ઉંચી કિંમતોના વિરોધમાં 70 હજારથી વધુ લોકો રસ્તામાં ઉતરી આવ્યા છે. તેમાં મોટાભાગના દૂર દૂરના વિસ્તારોમાંથી આવ્યા હતા. તેમનું કહેવું હતું કે રશિયા પર પ્રતિબંધ રાજનીતિક કારણોથી લગાવાયો છે પણ તેનું નુકસાન સામાન્ય લોકોને ભોગવવું પડે છે.
બીજી બાજુ ઉતર પશ્ચીમી જર્મનીના લુંબિન (જયાંથી યુરોપ માટે ગેસ પાઈપ લાઈન જાય છે)માં સેંકડો દેખાવકારો જમા થઈ ગયા હતા. તેમણે પણ પોતાની સરકારને રશિયા સામેના પ્રતિબંધો હટાવવાની અપીલ કરી હતી, ખરેખર તો આ સ્થળેથી નોર્ડ સ્ટ્રીપ-2 નામે નવી ગેસલાઈન શરૂ થવાની હતી પરંતુ જર્મન સરકારે રશિયાના યુક્રેન પર એટેક બાદ તેને રોકી દીધી હતી.