ખાસ-ખબર સંવાદદાતા
નોવા હોટેલ્સ દ્વારા વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પારિવારીક માહોલ સાથે 8/10/2023ને રવિવારના રોજ નિરાલી રિસોર્ટ, કાલાવડ રોડ ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓન પ્રિય એવા દાંડિયા કિંગ રાહુલ મહેતા, ચાર્મી રાઠોડ, તેમજ શીશાંગીયા પોતાના સૂરથી ખેલૈયાઓને ઝુમાવેશ. સાથે હિતેષ ઢાંકેચા રીધમ, વી.પી. સાઉન્ડ અને જીલ એન્ટરટેઇન્મેન્ટ ખેલૈયાઓને ગરાબાના તાલે ડોલાવશે. આગામી દિવસોમાં હોલી ન્યુ યર, લાઇવ ઇન કોર્ન્સટ જેવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે, તેમ નોવા હોટેલ્સ ગ્રુપના દિશાબેન પટેલ અને સૌમિલભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે. આ આયોજનને સફળ બનાવવા મયુધ્વજસિંહ રાયજાદા, મનોજ યાદવ, રાજ નથવાણી, નકુલ સોની, કપુ ડોડીયા, રાજવીર આહિર, દર્શિત મોરી, જીગર પાલા, દિપક પટેલ, વેદાંશુ સાવલિયા જહેમત ઉઠાવી રહ્યા છે.
નોવા હોટલ્સ દ્વારા રવિવારે વેલકમ નવરાત્રીનું આયોજન
