રાજકોટ, મોરબી, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉમિયાધામ સિદસરના 5000 બહેનો જોડાયા
કલબ યુવીમાં આજથી પારિવારીક માહોલમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ: ખલૈયાઓમાં થનગનાટ
- Advertisement -
ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિના સૌરાષ્ટ્રભરનાં બહેનોએ મહારાસ થકી માઁ ઉમિયાની આરાધના કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -202પ’ નો વેલકમ નવરાત્રી ના ભાગ રૂપે ઉમિયાધામ સિદસર મહિલા સંગઠન સમિતિ દ્રારા ઉમા કળશ મહારાસમાં 5000 થી વધુ બહેનોએ જોડાયને નવલી નવરાત્રીનો ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. સતત 17 માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં આજથી પ્રથમ નોરતે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયઓ મન મુકી ઝુમશે.
શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -202પ’ ના શુભારંભ માં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ તા.21ને રવિવારે ઉમિયાધામ સિદસર મહિલા સંગઠન સમિતિ (સૌરાષ્ટ્ર ઝોન)ના સંયુકત ઉપક્રમે માઁ ઉમિયાની ભકિતના પાવન પ્રસંગે સાથ-સહકારની અભિવ્યકિત રૂપે કલબ યુવીના ગ્રાઉન્ડમાં ઉમા કળશ મહારાસ, મહાઆરતી નું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 5000 જેટલી બહેનો શિર પર કળશ લઇ મા ના સાનીધ્યમાં રાસની રમઝટ બોલાવી હતી. આ પવિત્ર અવસરે રાજકોટ શહેરમાંથી રપ00, રાજકોટ જીલ્લામાંથી 1000, મોરબીના 500 બહેનો ભાગ લીધો આ ઉપરાંત અમરેલી, બાબરા, જામનગર, ધ્રોલ, કેશોદ, લીંબડી, જોડીયા થી બહેનો મહારાસમાં જોડાયા હતા. ઉમિયાધામ સિદસર મહિલા સંગઠન સમિતિના 5000 થી વધુ બહેનોએ મા ઉમા કળશ ધારણ કરી રાજકોટમાં કલબયુવીના નવરાત્રી ગ્રાઉન્ડ પર વેલકમ નવરાત્રી ના ભાગરૂપે મહારાસનું ભવ્ય આયોજન કર્યુ હતુ. લાલ સાડીમાં સજજ 5000 થી વધુ મહિલાઓએ મા ઉમિયાની આરાધના કરી નવલી નવરાત્રીનો પ્રારંભ કર્યો હતો. જગદંબાના આ પર્વમાં મહારાસના આયોજન થકી ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરીત ઉમિયા પરિવાર સંગઠન સમિતિના બહેનોએ એક મંચ પર એકત્ર થઇ સામાજીક એકતા અને સહકાર સંગઠનની ભાવનાને ઉજાગર કરી હતી. સામાજીક ક્ષેત્રે સેવામાં જોડાયેલ સ્વયંસેવક બહેનોએ રાજકોટમાં મહારાસની રમઝટ બોલાવી નારી શકિતનો પરિચય કરાવ્યો હતો. આ સમગ્ર આયોજનમાં મહિલા સંગઠન સમિતિ (સૌરાષ્ટ્ર ઝોન)ના પ્રમુખ સરોજબેન મારડીયાના માર્ગદર્શન હેઠળ ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિની ટીમ જહેમત ઉઠાવી હતી.
16 વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી નવરાત્રી મહોત્સવ -202પ’ ની પૂર્વ સંધ્યાએ યોજાનાર વેલકમ નવરાત્રીમાં મહારાસ મહાપૂજન માં અતિથિ વિશેષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, જીવનભાઈ ગોવાણી, ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસરા, મનસુખભાઈ પાણ, ઉદ્યોગપતિઓ મુળજીભાઈ ભીમાણી, શિવલાલભાઈ આદ્રોજા, અરવિંદભાઈ પાણ, રાજુભાઈ કાલરીયા, રાજનભાઇ વડાલીયા, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના કૌશીકભાઈ રાબડીયા, કલબ યુવીના એડવાઇઝરી ડાયરેકટર્સ સ્મિતભાઇ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, મહિલા અગ્રણીઓ સોનલબેન ઉકાણી, શોભનાબેન પાણ તથા ઉમિયાધામ સિદસર મહિલા સંગઠન સમિતિના શહેર તથા તાલુકાના સૌરાષ્ટભરના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -
જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્રારા સતત 17 માં વર્ષે અનેરૂ આયોજન થઇ રહયુ છે. દોઢ દાયકા પૂર્વે અર્વાચીન રાસોત્સવને પારિવારીક માહોલમાં નવરાત્રીનું સ્વરૂપ આપનાર કલબ યુવી એ મા ઉમિયાની ભકિતની સાથોસાથ સંગઠનની શકિતનો સરવાળો કરી એક નવી જ કેડી કંડારી છે. સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવની ભેટ આપનાર કલબ યુવી ખલૈયાઓ ની સાથો સાથ પરિવારના તમામ સભ્યો નવરાત્રી માણી શકે તેવા પારિવારીક માહોલનું સર્જક બન્યુ છે. રાજકોટના સેકેન્ડ 150 ફુટ રીંગ રોડના પ્રાઈમ લોકેશનમાં આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં બહેનો દ્વારા બહોળી સંખ્યામાં ટ્રેડીશ્નલ ડ્રેસ લાલ સાડીમાં સજજ થલ કલબ યુવીના આંગણે ગરબે ધુમી આદ્યશકિત મા ઉમિયાનું પૂજન અર્ચન કર્યુ હતુ. આ મહારાસમાં કડવા પાટીદાર સમાજની તમામ સંસ્થાઓના હોદેદારો તથા સભ્યોએ એક મંચ પર એકત્ર થઇ કલબ યુવી વેલકમ નવરાત્રીની ઉજવણી કરી હતી. કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા સુચારૂ રૂપે થઈ રહી છે. તેમ કલબ યુવીના મિડીયા કોર્ડીનેટર રજની ગોલની યાદીમાં જણાવાયું છે.



