ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભનું સ્વાગત પૂજન દરેક નગર,ગામ, સોસાયટીમાં થઈ રહ્યું છે, તેના જ ભાગ રૂપે શહેરના ગુણાતીત નગર સોસાયટીમાં ઢોલ નગારા તથા જય શ્રીરામના જયઘોષ સાથે સોસાયટીના 400થી વધુ ઘરોમાં અક્ષત કુંભ દરેક ધરે પધરાવવામાં આવ્યા તથા કંકુ ચોખા તથા આરતી કરી શ્રીરામ સ્વરૂપ અક્ષત પૂજન કરવામાં આવ્યું. ગુણાતીત નગર જાણે બીજું અયોધ્યા હોઈ તેમ દરેક ઘરોમાં રંગોળી તથા આસોપાલવના તોરણો બાંધી શણગારવામાં આવ્યું હતું.
રાત્રે ગરબી ચોકમાં સોસાયટીના તમામ રહીશો દ્વારા મહા આરતી કરવામાં આવી તથા રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી રાત સુધી ભક્તિમય માહોલમાં સૌ રામમય બની ભાવવિભોર થયા અને તા.22 જાન્યુ.ના વિશેષ ભવ્ય રીતે ઉત્સવ મનાવવામાં આવશે.
જૂનાગઢમાં અયોધ્યાથી આવેલા અક્ષત કુંભનું વાજતે ગાજતે સ્વાગત અને પૂજન
