(30 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર)
મેષ (અ, લ, ઇ)
મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. પ્રવાસ ટાળવો, ધંધા- શેર માર્કટમાં રોકાણ કરતા પહેલા વિચારવું. ધારેલી વસ્તુની અવગણના થાય. જૂની મુશ્કેલીમાંથી મુક્તિ મળે. નવા કાર્યમાં સફળતા મળશે. પરિવારજનો માટે લાગણી દાખવવી, તેમના કાર્યમાં સહયોગ આપવો. સ્વાર્થીપણું ના રાખવું.
- Advertisement -
વૃષભ (બ, વ, ઉ)
કંઇક નવું કાર્ય કરી શકશો. પગમાં વાગવાથી સાવધાન રહેવું. કોઇપણ પ્રશ્નોના સમાધાન મળશે. સાહસમાં સફળતા મળશે. નુકસાનીથી બચવું. લગ્નવાંચ્છુંકને સારા દેખાવવાળું પાત્ર મળશે. પરિવાર સાથે સંકળાયેલા રહો. તેમના કાર્યોમાં મદદ કરવી. ગુસ્સો ટાળવો.
મિથુન (ક, છ, ઘ)
નામ- સન્માન મળશે. રચનાત્મક કાર્યો કરવા. ગર્ભધારણ માટે સારા સમાચાર મળશે. એકથી વધુ વ્યવસાય કરતા લોકોએ સમતુલન જાળવવું. નાણાં-પ્રેમ સંબંધને લઇને સારા સમાચાર મળે. જિંદગીમાં સ્થિરતા લાવવી. સીધી રીતે મળતો લાભ અટકી શકે છે. કયારેક આભાષી લાભ દેખાઇ. પરિસ્થિતિનો સામનો હિંમતથી લાભ કરવો. જુગાર ના રમવો.
કર્ક (ડ, હ)
સારા સમાચાર મળી શકે છે. સેલિબ્રેશન થઇ શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થાય. કાર્યોમાં સફળતા મળએ. હરીફોથી સાવધાન રહેવું. ગેરસમજ ના કરવી. ઇર્ષા ના કરવી. ઉતાવળા નિર્ણય ના લો. કાર્યમાં માર્ગદર્શન મેળવીને આગળ વધવું. તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે. જમીન- મકાન લઇ શકો છો.
- Advertisement -
સિંહ (મ, ટ)
જમીનમાં રોકાણ કરી શકો છો. નાણાંકિય લાભ મળશે. કોઇની નજર લાગી શકે છે. શેર માર્કેટમાં પૈસા રોકી શકો છો. નવો બિઝનેસ કરી શકો છો. સ્ત્રી પાત્રને અહિંકારી સ્વભાવના કારણે મુકસાન વેઠવું. જાતની સંભાળ રાખવી. સારા સમાચાર મળશે. નાણાંકિય લાભ માટે તક મળે. આકસ્મિક ફાયદો થાય. વિચાર્યા વગર રોકાણ ના કરવું.
કન્યા (પ, ઠ, ણ)
અન્ય બિઝનેસમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન થાય. પોતાની આવડત દર્શાવવાથી પરિણામ સારૂ મળશે. માઠા સમાચાર મળી શકે છે. સર્ગભાવસ્થામાં મુશ્કેલી સર્જાય. સામાજીક પ્રવૃત્તિમાં નામ થાય. ગૃહસ્થ જીવન સારૂ રહે. જમીનમાં રોકાણ લાભદાયક રહે. કાર્યોમાં રચનાત્મકતા લાવવી.
તુલા (ર, ત)
નવી જીવનસાથી મળે. બિઝનેસમાં મહિલા સાથેની પાર્ટનરશીપ ફળદાયી રહે. સુખનો સૂરજ ઉગશે. લાગણીઓમાં ખોટ આવે. ભાગીદારો સાથે વિચારભેદ થાય. કોઇપણ બાબતને અનદેખી ના કરવી. પોઝીટીવ રહો. કામમાં ધીરજ રાખવી. પોતાની જાતને પોતાનું દુશ્મન ના ગણવી. સ્વાસ્થ્ય સાચવવું.
વૃશ્વિક (ન, ય)
દેખા-દેખી ના કરવી. લોભામણી જાહેરાતોથી સાવધાન રહેવું. જીવનમાં વિચારીને આગળ વધવું. કાર્યોમાં સફળતા મળશે. આ અઠવાડિયું તમારા માટે સારૂ રહેશે. નવી દિશા મળે. કોઇના પર જલ્દીથી વિશ્વાસ ના કરવો. નવી દિશામાં પદાપર્ણ કરવું. સ્વાસ્થ્ય જાળવવું. નામ- સન્માન મળે.
ધન (ભ, ધ, ફ, ઢ)
ખરાબ -ખોટા સ્વપ્ન આવી શકે છે. સ્વાસ્થ્ય જાળવવું. કોઇ છેતરી ના જાય તેનું ધ્યાન રાખવું. નાના- મોટા ઝઘડા થાય. સ્વાસ્થ્ય સાચવવું. કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય ના લો. ભૂતકાળમાં થયેલી ખોટી પસંદગીનું પરિણામ ભોગવવું પડશે. કાળજીપૂર્વક કાર્ય કરવું. નાણાંકિય ખોટ અને સંબંધોમાં તિરાડ પડશે.
મકર (ખ, જ)
નવું વાહન વસાવી શકશો. ઉતાવળે વાહન ના ચલાવવું. પગમાં વાગવાથી સાવધાન રહેવું. ધંધામાં ઉતાવળા નિર્ણય ના લેવા. પરિવારના મોભીની સલાહ લેવી. ખોટી દોરવણી આપતી વ્યક્તિથી દૂર રહેવું. રહેઠાણમાં ફેરફાર થાય. ગુસ્સાને કાબુમાં રાખવો. કામમાં ધગશ રાખવી. નવું સાહસ કરી શકો છો.
કુંભ (ગ, સ, શ, ષ)
શિક્ષણ અને વ્યવસાયમાં પ્રવાસ અર્થ જઇ શકો છો. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. સારા સમાચાર મળશે. જુગાર રમી શકો છો. તમારી જાત પર કાબુ મેળવો. સ્વાસ્થ્ય જાળવવું. ભાગ્યોદય થશે. ભવિષ્ય અંગેની ચિંતા દર્શાવે. લાગણીઓ દુભાય. સંબંધોનું નવું સોપાન શરૂ થશે. સારા તક મળી શકે છે.
મીન (દ, ચ, ઝ, થ)
રિલેશનશીપમાં આવી શકો છો. સંબંધ અને બિઝનેસમાં સમતુલન જાળવવું. ના ધારેલી ઘટનાઓ ઘટે. ઝઘડાઓ થાય. ખરાબ સમાચાર મળી શકે છે. વિદેશ પ્રવાસ થાય. તમારૂ કામ જુસ્સાથી પાર પાડો. ભાગ્યોદય થશે. સારા ભાવિ માટે ફેરફાર થશે. સફળતા મળશે. શેર-માર્કટમાં રોકાણ કરી શકો છો.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.