સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સુર્ય કુંભ/મીન રાશિમાં, ચંદ્ર મકરથી મેષ રાશિ સુધી, બુધ કુંભથી મીન, શુક્ર મકર/કુંભ, મંગળ/મકર, ગુરુ કુંભ રાશિમાં, શનિ મકર, રાહુ વૃષભ અને કેતુ વૃશ્ર્ચિક રાશિમાં પરિભ્રમણ કરે છે. ગ્રહોની ઉપરોકત સ્થિતિનો ફલકથનમાં સમાવેશ કરેલ છે.
– મહેન્દ્રભાઈ રાવલ
મેષ (અ, લ, ઇ)
વ્યવહારુ અને સર્જનાત્મક વિષયો સાથે જોડાયેલા વ્યક્તિઓને વિશેષ લાભ જણાય, નકારાત્મક વિચારોથી દૂર રહેવું ઈચ્છનીય છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા લોભામણી જાહેરાતથી લાલચમાં આવીને નિર્ણય ન લેવો. આ સપ્તાહે, વેપાર કે નોકરીના કાર્યક્ષેત્રનો પ્રવાસ વિશેષ ફળદાયી બની રહેશે, વડીલોના આશીર્વાદ લઈ કાર્યનો પ્રારંભ કરવાથી વિશેષ લાભ થાય, દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે, આરોગ્ય સારું રહે. સોમવારે સફેદ વસ્ત્રો પહેરવાથી લાભદાયી નીવડે.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહે ભાગીદારીના કાર્યમાં સાચવવું, કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતો જણાય, ખોટા વાદ વિવાદથી બચવું અને સંભાળીને રસ્તો કાઢવો. ધંધામાં પોતાની યોજના ગુપ્ત રાખવી, યાત્રા-પ્રવાસમાં સાનુકુળતા જણાય, સંતાનનોના ઉછેર તથા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સપ્તાહભર વ્યસ્તતાનું પ્રમાણ જણાય. શેરબજારમાં તેજીનો લાભ લઈ લેવો. નવા રોકાણ માટે વિચાર કરી આગળ વધવું. મંગળવારે આર્થિક વિકાસ. ગુરુવારે વડિલો કે મિત્રો દ્વારા સહાય મળી રહે.
મિથુન (ક, છ, ઘ)
ખોટું અવિચારી ખર્ચ ન કરવું. જમીન કે મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આ સપ્તાહે આવવા સંભવ છે, અણધારી બીમારી આવતી જણાય છે, માટે સાવધાન રહેવું . આર્થિક મંદી અને મોંઘવારીની અસર થતી જાય છે. પોલીસ તથા વાહન થી બચવું જરૂરી છે. પોતાના વાહનની નાની મોટી ખામી દૂર કરાવી લેવાની જરૂર છે. નવી તકો ઝડપવામાં વિલંબ ન કરવો, પરિવારના પ્રશ્નમાં ઉકેલ મળી રહે. મંગળવાર, મનોરંજન આનંદ પ્રમોદ માં દિવસ પસાર થાય
કર્ક (ડ, હ)
આ સપ્તાહે સામાજિક તથા વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય છે, નાના-મોટા પ્રવાસનું આયોજન સંભવ બને, જે તમારા આરોગ્ય અને માનસિક ટેન્શન દૂર કરવા માટે સારું રહે. કોઈ જૂના મિત્રો કે સગા સંબંધી દ્વારા આર્થિક મદદ કે નવી દિશા મળી રહે. તમારી જૂની ઉઘરાણી ના નાણાં છૂટા થાય. નાણાંકીય સ્થિતિ સારી થવા માટે મહેનત કરવી જરૂરી છે. તમારા વાહનમાં નાની મોટી ખામી હોય તો દૂર કરાવી લેવાની જરૂર છે. ગુરુવારે શેરોમાં રોકાણ ફળે.
- Advertisement -
સિંહ (મ, ટ)
આપણે કોઈ ઉપર નિર્ણય લાદવામાં ઉતાવળ કરવી નહિ, સોમવાર બાદ કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે, પરિસ્થિતિ પ્રમાણે સમજી, નિર્ણય લેશો તો સફળતા મળી શકશે. કૌટુંબિક સુખ સારૂં છે. અત્યારે સમય પારખી તબિયત સાચવવી અને ખોટા ખર્ચા કરવા નહીં. સ્વાસ્થ્ય માટે, મોટી ઉંમરના સિનિયર સિટીઝન માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ. મિત્રો દ્વારા હૂંફ મળી રહે. બાળકો અને મહિલાઓ માટે સમય સારો છે. બહાર ગામ જવાનું ટાળવું. મંગળવારે નવા રોકાણ થી લાભ થાય. બુધવારે બહારનું જમવાનું ટાળવું.
કન્યા (પ, ઠ, ણ)
ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે છે માટે શાંતિ રાખવી, નવા કાર્યનો શુભારંભ થવા સંભવ છે, જે આવતા વર્ષે ફાયદા કારક નિવડે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ સાથે વિવાદ ટાળવો. આધ્યાત્મિક કાર્યમાં કે ધાર્મિક કાર્યક્રમોમાં સમય વધારે પસાર થાય , નાણાના આવક જાવકના વ્યવહારમાં ધ્યાન રાખવું જરૂરી, કામ કરતા આરોગ્ય સચવાય તે જોવુ. આવક કે કમાણી કરતાં, સ્વાસ્થ્ય માટે ધ્યાનમાં રાખવું જરૂરી છે. રવિવારે આનંદના સમાચાર મળે.
તુલા (ર, ત)
આ સપ્તાહ તમારા માટે સોનેરી કહી શકાય. આર્થિક રીતે મંદિ હોવા છતાં, તમોને લાભ થાય. ભવિષ્યમાં બચત કરી શકાય તેમ પ્રયાસ કરવો. ઉચ્ચ અભ્યાસ બાબતે પ્રયત્નોમાં સફળતા મળે. માનસિક શાંતિ અનુભવાય, પ્રવાસમાં સાનુકૂળતા જણાય. સગા સંબંધી તથા મિત્રવર્ગના કામ કરી શકો, જેથી લાભ મળે. સંતાનના ઉછેર અને સંસ્કાર પર ધ્યાન આપવું જોઈએ. બુધવારે વેચાણ વધે. શુક્રવારે આવક વધારવા જતાં ખર્ચ વધી ન જાય તે માટે સંભાળવું.
વૃશ્ર્ચિક (ન, ય)
આ અઠવાડિયે તમને, સ્નેહીજનો ની મદદ ઉપયોગી નીવડે, મિત્રો સાથે તથા સામાજિક સંબંધમાં મીઠાશ વધે, નવી યોજનાનું આયોજન સંભવ છે. શેરબજારમાં તેજીનો ચમકારો થાય ત્યારે લાભ લઈ લેવો. વડિલો કે મિત્રો ની સલાહ કામ આવે. ઓફિસમાં કે ધંધા માટે, જાણવા મળતી વિગતો બીજા કામ કરતાં વિચારવું. બીજાનું કામ આપણા માથે લેતા વિચાર કરવો, નહીં તો ફસાઈ જવાય. બુધવારે આર્થિક લાભ થાય. શુક્રવારે સવારે ગાડી કે વાહન ચલાવવામાં
કાળજી રાખવી.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
તમારી મહેનતનું મધુર ફળ મળતું જણાય છે. પરંતુ ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે છે, દરેક બાબતમાં હા પાડી મુશ્કેલી ઊભી ન કરવી. શાંતિ પૂર્વક વિચારીને આગળ વધવું. જૂના રોગનું સાચું નિદાન થવાથી હળવાશ અનુભવો. મનમાં ધારેલું કામ પાર પડશે, બાળકો ના અભ્યાસ માટે ધ્યાન આપવાની જરૃર છે. આવકના નવા સ્ત્રોતો નું નિર્માણ સંભવ, ગુરૃવાર લાભદાયી નીવડે. શુક્રવારે જુના સંબંધો તાજા થાય.
મકર (ખ, જ)
બદલાતા હવામાન ને લગતી સમસ્યા હેરાન કરી શકે છે, માટે સ્વાસ્થ્ય સાચવવું. કારકિર્દીમાં સ્થિતિ મજબૂત જણાય છે , સ્વજનનો સહકાર આપે જેથી, નાવ કિનારે લગાડવામાં મદદરૂપ થશે, ખોટા વિચારો ઉપર અંકુશ રાખવો જોઈએ . હળવે હળવે, આપણી ચિંતા હળવી થતી જણાય, સાંજના સમયમાં સાનુકૂળતા જણાય, આર્થિક નવા માર્ગો મળતા જણાય, મંગળવાર આર્થિક વિકાસ બતાવે છે. શુક્રવારે શાંતિ રાખવી જોઈએ.
કુંભ (ગ, શ, સ)
જેઓએ વેપાર કે નોકરી બદલી હોય તેમને નવા વેપારથી અથવા નોકરીથી, લાભ થતો જણાય, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, માનસિક શાંતિ જણાય. બાળકોનાં અભ્યાસ સંબંધે ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો પાછળથી પસ્તાવો થાય. ધર્મકાર્ય કરવાથી શાંતિ મળે. ઘર અને પરિવાર સાથે શાંતિથી સમય પસાર થાય. એડવાન્સ કે લોન લેવા માટે સમય સારો છે. કુટુંબ કે પરિવારના સભ્યોમાં વધારો થવાનો છે.! સોમવારે આર્થિક લાભ થાય. ગુરુવારે શેર બજારમાં ખરીદી કરવા માટે સમય સારો છે.
મીન (દ, ચ, ઝ, થ)
ધાર્યું ફળ વિલંબમાં જણાય, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, જુના રોગમાંથી રાહત જણાય. વાણી સાચવીને વાપરવી હિતાવહ છે, કોઈ નવા નિર્ણયો લઈ શકાય, રાજકીય પ્રશ્ર્નોના સકારાત્મક પરિણામ જોવા મળે, જે આગળ જતાં ઉપયોગી નીવડે. હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો, લેવડ-દેવડ વિચારીને કરવી હિતાવહ, સિનિયર સિટીઝન માટે આરોગ્ય સારું જણાય. વિદ્યાર્થીવર્ગને ભણવામાં ધ્યાન રાખવું જોઈએ. શેરબજારમાં તેજીનો ચમકારો દેખાય ત્યારે લાભ લઈ લેવો. સોમવારે શાંતિ મળે. બુધવારે અને ગુરુવારે મોટી ખરીદી ન કરવી.
આ પણ વાંચો:
https://khaskhabarrajkot.com/2022/03/26/kejriwals-monstrous-laughter-is-the-cruelest-joke-of-every-hindu/


