બાંગ્લાદેશના 28 વર્ષીય યુવક સૈફુલ ઇસ્લામ શાંતોએ પગપાળા વિશ્વની મુસાફરી કરવાનું નક્કી કર્યું છે. આ મુસાફરી દરમિયાન તે વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ જેવી સમસ્યાઓથી લોકોને વાકેફ કરશે. આ રીતે તે પર્યાવરણની જાળવણીમાં પોતાનું યોગદાન આપશે.
22 માર્ચે 2024થી બાંગ્લાદેશના ઢાકામાં સંસદ ભવનથી સૈફુલ નામના 28 વર્ષીય યુવાને પોતાની યાત્રા શરૂ કરી હતી. લાંબા પ્રવાસ બાદ હવે તે ભારત પહોંચ્યો છે. પગપાળા દુનિયા ફરવા નીકળેલા આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. આ યુવકની ઓળખ બાંગ્લાદેશના કોમિલ્લા જિલ્લાના દેબીદ્વાર ઉપજીલા સદરના રહેવાસી સૈફુલ ઈસ્લામ શાંતો તરીકે થઈ છે.
- Advertisement -

સૈફુલ ઢાકાની એક કોલેજમાં ભૂગોળ અને પર્યાવરણનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. અગાઉ, 2022 માં, તેણે બાંગ્લાદેશના 64 જિલ્લાઓમાં 75 દિવસ વિતાવીને લગભગ 3,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. તેણે 64 દિવસમાં બાંગ્લાદેશથી ભારત (ઢાકા, સંદકફૂ, દાર્જિલિંગ) સુધીની 1,500 કિમીની મુસાફરી પણ કરી. હવે આ બાંગ્લાદેશી યુવક પગપાળા 193 દેશોની મુલાકાતે જઈ રહ્યો છે.
આ 28 વર્ષના સૈફુલે પીઠ પર બેગ, માથા પર ટોપી અને પગમાં સાદા ચપ્પલ પહેરીને હજારો માઈલનું અંતર કાપ્યું છે. તેની આ યાત્રા હજુ પણ ચાલું જ છે. કાળઝાળ ગરમીમાં પણ લોકો તેને જોવા માટે રસ્તા પર આગળ આવી રહ્યા છે. ઘણા લોકો આ છોકરાની હિંમતને સલામ કરી રહ્યા છે અને રસ્તાઓ પર તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે.
- Advertisement -

તેનું લક્ષ્ય દરરોજ લગભગ 40 કિલોમીટર ચાલવાનું છે. તે રાત્રે આરામ કરે છે. પગપાળા યાત્રા દરમિયાન તે ફળો ખાય છેે તથા નાળિયેર પાણી પીવે છે. આ ઉપરાંત તે વધુ માત્રામાં પાણી પીવે છે. શાંતોએ લોકલ 18 ને જણાવ્યું કે, ઘણી વખત શેરીઓમાં પસાર થતા લોકો તેને રાત માટે આરામ કરવાની જગ્યા આપે છે.
ભારતમાં તે ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ થઈને પગપાળા દિલ્હી પહોંચશે. પછી અહીંથી નક્કી કરો કે આગળ નેપાળ કે ઉઝબેકિસ્તાન જવું કે નહીં. રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, ચીન, વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, ઈન્ડોનેશિયા, એશિયા અને ત્યારબાદ આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધા બાદ તે એન્ટાર્કટિકામાં પોતાની આ પગપાળા યાત્રાનું સમાપન કરશે.
પગપાળા દરમિયાિન મળતા લોકોને સૈફુલ ઈસ્લામ શાંત પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપી રહ્યો છે. પર્યાવરણને બચાવવા માટે પૃથ્વીના વધતા તાપમાનને ઘટાડવાની જરૂરિયાતનો અહેસાસ કરાવીને તે અન્ય લોકોને જાગૃત કરી રહ્યો છે. સૈફુલના આ કાર્યની લોકો પણ પ્રશંસા પણ કરી રહ્યા છે.




