ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
દશેરા પર્વ સત્યની અસત્ય પર જીત નિમિતે ઉજવાય છે. જેમાં પૌરાણિક કથા અનુસાર દશેરાના દિવસે લંકાપતિ રાવણનો ભગવાન શ્રી રામના હાથે વધ થયો હતો જે બાદથી દશેરાનો પ્રવ ઉજવવામાં આવે છે આ પર્વ પર ખાસ શસ્ત્રનું પણ પૂજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દશેરાના પર્વ નિમિતે ઠેર ઠેર શસ્ત્ર પૂજનના ધાર્મિક કાર્યક્રમો હાથ ધરાયા હતા જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે સરકારી હથિયારોનું પૂજન કરાયું હતું. થાનગઢ ખાતે વાસુકી દાદાના મંદિર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એકત્ર થઈ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે ચોટીલા ખાતે ગૌ સેવકો દ્વારા પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યારે પાટડી પોલીસ મથક ખાતે પીઆઇ અને પીએસઆઇ સહિતના અધિકારીઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આમ સુરેન્દ્રનગર જિલ્લાભરમાં દશેરા નિમિતે શસ્ત્ર પૂજન હાથ ધરવામાં આવ્યું હતું.
દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું
