ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની પહેલી ભારત યાત્રા છે. નવી દિલ્હીમાં જી-20 સમિટમાં આપણે બધાએ તમારી ગેરહાજરી મહેસુસ કરી હતી. મને બહુ ખુશી છે કે, ભારતમાં દિવાળીના તહેવારો સમયે મને તમારું સ્વાગત કરવાનો મોકો મળ્યો છે. હું એ વડોદરામાં તમારું સ્વાગત કરું છું કે, જેણે મને પહેલીવાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો હતો. બાદમાં હું પ્રધાનમંત્રી બન્યો. મને બીજી પણ ખુશી છે કે, તમે મારા હોમ ટાઉન ગુજરાતમાં આવ્યા છો. એટલા માટે નહીં કે, મારું હોમ સ્ટ્રીટ છે પણ એટલા માટે કે, ગુજરાતને તહેવારો અને ઉત્સવની ધરતી માનવામાં આવે છે. દિવાળી પ્રકાશ, ઉત્સાહ, ઉલ્લાસ, ઊર્જા અને નવા પ્રારંભનું પ્રતિક છે. આવી રીતે તમારી આ યાત્રાથી આપણા સંબંધોમાં એક નવી ઊર્જાનો સંચાર થયો છે. આજે સી-295 પ્લાન્ટના ઉદ્ધાટનની સાથે આપણા ભાગીદારીના અધ્યાયની શરૂઆત પણ થઈ છે.
- Advertisement -
અમારી ભાગીદારી સદીઓ જૂની છે. લોકશાહી અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સહિયારી માન્યતા આપણને એકસાથે બાંધે છે. અર્થતંત્ર, સંરક્ષણ, ફાર્મા, આઈટી, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ઘણા ક્ષેત્રોમાં અમારો મજબૂત સહયોગ છે અને અમે બંને વૈશ્ર્વિક શાંતિ, સમૃદ્ધિ અને સહયોગ પર ભાર આપીએ છીએ. લોકો વચ્ચેનો સંપર્ક આપણા સંબંધો માટે મજબૂત પાયો પૂરો પાડે છે. ભારતીય યુવા પ્રતિભા સ્પેનના ગ્રીન અને ડિજિટલ ટ્રાન્ઝિશન લક્ષ્યાંકોમાં યોગદાન આપી રહી છે. લોકોથી લોકોના વધતા સંબંધોને ધ્યાનમાં રાખીને, આ વર્ષે ભારતે સ્પેનના બાર્સેલોનામાં એક નવું કોન્સ્યુલેટ ખોલ્યું. અમે બેંગલુરુમાં સ્પેનની નવી કોન્સ્યુલેટ ખોલવાના તમારા નિર્ણયને આવકારીએ છીએ. મને વિશ્ર્વાસ છે કે આજે અમારી વાતચીત અમારી ભાગીદારીને વધુ ગતિશીલ અને બહુપક્ષીય બનાવવામાં ફાળો આપશે.
દ્વિપક્ષીય બેઠકમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, આબોહવાની કટોકટી, ગરીબી અને અસમાનતા સામેની લડાઈ માટે તમામ આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રયત્નો અને રાજકીય ઈચ્છાશક્તિની જરૂર છે. આ મુદ્દાઓનો સામનો કરવા માટે ભારતનો પ્રભાવ અને નેતૃત્વ આવશ્ર્યક છે અને સ્પેનની પ્રતિબદ્ધતા અને નિશ્ર્ચય પણ છે. આથી વડાપ્રધાન મોદી, અમે અમારા મહાન સહયોગને આગળ વધારવા માટે આતુર છીએ.
ભારત માત્ર ઈન્ડો-પેસિફિકમાં જ નહીં પરંતુ વ્યાપક ભૌગોલિક રાજકીય સંદર્ભમાં પણ અગ્ર ભૂમિકા ભજવે છે. સ્પેન, લેટિન, અમેરિકા સાથે વિશેષાધિકૃત સંબંધો જાળવી રાખે છે, ઐતિહાસિક સંબંધો મધ્ય પૂર્વમાં, આફ્રિકામાં હાજરી વધી છે અને આ ભૌગોલિક રાજકીય માળખું આપણા દેશો માટે વિવિધ ક્ષેત્રો સુધી પહોંચવાની ઘણી તકો પ્રદાન કરે છે. ખાસ કરીને ભારત અને સ્પેન પણ ઘણા લક્ષ્યો ધરાવે છે. બહુપક્ષીય વ્યવસ્થાને મજબૂત કરવી અને વિશ્ર્વભરમાં શાંતિ અને લોકશાહીનું જતન કરવું.
- Advertisement -
વડાપ્રધાન તરીકે તમારી તાજેતરની પુન:ચૂંટણી બદલ હું તમને અભિનંદન આપું છું. ભારતમાં આવવું એ મારા માટે અને સ્પેનિશ પ્રતિનિધિમંડળ માટે પણ સન્માનની વાત છે. મને ખાતરી છે કે, આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે અને વિશ્ર્વમાં ભારત અને સ્પેન બંનેના વજન અને પ્રભાવનું સન્માન કરશે, જ્યારે આપણા દેશો સાથે મળીને કામ કરે છે ત્યારે એક અવાજ અને પ્રભાવ વધે છે. તેમાં કોઈ શંકા નથી, મારા પ્રિય મિત્ર કે 2026માં સંસ્કૃતિ, પર્યટન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે સ્પેન-ઈન્ડિયા યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને અન્ય ઘણા ક્ષેત્રોમાં અમારો સહયોગ વધતો રહેશે. અમારા દેશો એકબીજાના પૂરક છે.