કન્યાકુમારીમાં સાધના બાદ મોદીએ બ્લોગમાં વ્યક્ત કર્યા નવા સંકલ્પો
કન્યાકુમારીમાં ઉગતા સૂર્યે મારા વિચારોને નવી ઉંચાઈ આપી છે : સાગરની વિશાળતાએ મારા વિચારોને વિસ્તાર આપ્યો છે : વડાપ્રધાન
- Advertisement -
વડાપ્રધાન મોદીએ શનિવારે કન્યાકુમારીમાં ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રાની સમાપ્તી બાદ મળેલા નવા સંકલ્પોને પોતાના બ્લોગથી દેશના લોકોને જણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાધના બાદ તે ખુદમાં અસીમ ઉર્જાના પ્રવાહને અનુભવી રહ્યા છે.
2024ની આ ચૂંટણીમાં અનેક સુખદ સંયોગ બન્યા છે. અમૃત કાળની આ પ્રથમ લોકસભા ચૂંટણીમાં મે પ્રચાર અભિયાન 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના પ્રેરણાસ્થળી મેરઠથી શરૂ કરી હતી. મા ભારતીની પરિક્રમા કરતા આ ચૂંટણીની મારી છેલ્લી સભા પંજાબના હોશિયારપુરમાં થઈ હતી. સંત રવિદાસની તપોભૂમિ આપણા ગુરુઓની ભૂમિ પંજાબમાં છેલ્લી સભા થયાનું સૌભાગ્ય પણ ખાસ છે. ત્યારબાદ મને કન્યાકુમારીમાં ભારતમાતાના ચરણોમાં બેસવાનો મોકો મળ્યો હતો. એ શરૂઆતી પળોમાં ચૂંટણીનો કોલાહલ મન-મસ્તિષ્કમાં ગુંજી રહ્યો હતો. રેલીઓમાં, રોડ શોમાં જોયેલા અગણીત ચહેરાઓ મારી આંખો સામે આવતા હતા.
પીએમે જણાવ્યું હતું કે, આટલી મોટી જવાબદારી વચ્ચે આવી સાધના કઠિન હોય છે પરંતુ કન્યાકુમારીની ભૂમિ અને સ્વામી વિવેકાનંદની પ્રેરણાએ તેને સહજ બનાવી દીધી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ભારતની પ્રગતિ અને ભારતનું ઉત્થાન માત્ર ભારત માટે મોટો અવસર નથી. આ પૂરા વિશ્વમાં આપણા બધા સહયાત્રી દેશો માટે પણ એક ઐતિહાસિક અવસર છે. મોદીએ જણાવ્યુ હતું કે, હવે એક પણ પળ ગુમાવ્યા વિના આપણે મોટી જવાબદારી અને મોટા લક્ષ્યોની દિશામાં પગલાં પાડવાના છે.
- Advertisement -
મોદીએ જણાવ્યું હતું કે, 21મી સદીની દુનિયા આજે ભારત પ્રત્યે ખૂબ આશભરી નજરે જોઈ રહી છે. આપણે રિફોર્મને લઈને આપણી પારંપરિક વિચારધારા પણ બદલવી પડશે. વૈશ્વિક સિનારિયામાં આગળ વધતા આપણે અનેક ફેરફાર પણ કરવા પડશે. આપણા રિફોર્મ 2047ના વિકસીત ભારતના સંકલ્પના અનુસાર હોવા જોઈએ. આ સંગમની ધરતી, હંમેશા મારા મનની નજીક રહી છે: મોદીએ જણાવ્યું હતું કે કન્યાકુમારીનું આ સ્થળ હંમેશા મારા મનની નજીક રહ્યું છે. કન્યાકુમારીમાં વિવેકાનંદ શિલા સ્મારક એકનાથ રાનડેજીએ કરાવ્યું હતું. મને તેમની સાથે ઘણું ભ્રમણ કરવાનો મોકો મળ્યો હતો. કન્યાકુમારી સંગમોના સંગમની ધરતી છે. આપણા દેશની પવિત્ર નદીઓ અલગ અલગ સમુદ્રોમાં જઈને મળે છે અને અહીયા એ સમુદ્રોનો સંગમ થાય છે.