હેલ્મેટ સત્યાગ્રહ સમિતી અને dcp, ટ્રાફિક શાખા સાથે મિટિંગ યોજાઇ
પોલીસ કાયદાની અમલવારીના નિર્ણય પર અડગ, સમિતિ 18 વોર્ડમાં સંગઠન બનાવી ઝુંબેશ આગળ વધારશે
લોકોને કટકે કટકે ન મારો, મારવા જ છે તો બધા શહેરીજનોને એકસાથે
ઇ-મેમો આપો : એડ્વોકેટ હર્ષિલ શાહ
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી માટે શહેરના મુખ્ય 48 પોઇન્ટ પર સવારથી જ પોલીસની ટીમ ઉતરી ગઇ હતી અને 3500થી વધુ ચાલકોને એક જ દિવસમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે પ્રજાનો અવાજ બની હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ મેદાને આવી હતી. જેમાં ડિસીપી ઝોન-1 અને ટ્રાફિક ડીસીપીની અધ્યક્ષતામાં હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ સાથે એક મિટીંગ યોજાઇ હતી. જેમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે હેલ્મેટ ફરજિયાત અંગે અમને ઉપરથી આદેશ છે જેના જવાબમાં સત્યાગ્રહ સમિતિએ પણ પ્રત્યુત્તર આપ્યો હતો કે તો..વિરોધ ઝુંબેશ ચાલુ જ રહેશે.
ઉઈઙ સજજનસિંહ પરમાર અને હરપાલસિંહ જાડેજા સાથે હેલ્મેટ મુદ્દે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. જેમાં અશ્વિનભાઈ મહાલીયાએ કાયદા વિષયક જરૂરી ચર્ચા પણ કરી હતી. હરપાલસિંહએ કોર્ટના હુકમનું અમો ફરજના ભાગરૂપે પાલન કરી રહ્યા છીએ. તેમજ જીતુભાઈ ચાવાળા સહિત અન્ય તમામએ હેલ્મેટના કારણે નાણાં લોકોને થતી વેદનાની વાત કરી હતી તેમજ નલિનભાઈ ઝવેરી દ્વારા વિવિધ મુદ્દે પોલીસ કાર્યવાહી નથી કરતી અને માત્ર હેલ્મેટ મુદ્દે લોકોને હેરાન
કરે છે.
યુવા લોયર્સના હેમાંશુ પારેખ દ્વારા ઇ-ચલણમાં થતી ગેરરીતિઓ બાબતે જણાવવામાં આવ્યુ તેમજ ચર્ચાના નિષ્કર્ષમાં પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે કાર્યવાહી ચાલુ રહેશે જેથી યુવા એડ્વોકેટ હર્ષિલ શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી કે, લોકોને કટકે કટકે ન મારો, મારવા જ છે તો બધા શહેરીજનોને એકસાથે લાખોની સંખ્યામાં માત્ર ઇ-મેમો આપો જેથી લોકો જાગૃત થાય અને પ્રજાનો અવાજ બુલંદ થાય અને હેલ્મેટ વિરુધ્ધ અવાજ ઉઠાવવાની હિંમત કરે તેમ છતાં આખરે સમજવા, સમજાવવાની જ વાતો થયેલ અને સરકારમાંથી જ હેલ્મેટ બંધ થઈ શકે તેવો નિષ્કર્ષ આવ્યો હતો.
આ મિટિંગમાં હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ વતી વિવિધ સંસ્થાના અગ્રણીઓ નલિનભાઈ ઝવેરી, ગૌતમભાઈ દવે, મુકેશભાઇ તન્ના, અશ્વિનભાઈ મહાલીયા, જીતુભાઈ ચા વાળા, અશ્વિનભાઈ પૂજારા, ગિરીશભાઇ મેહતા, ભરતભાઇ સોલંકી, રાજકોટના યુવા ધારાશાસ્ત્રી હર્ષિલ શાહ તથા હેમાંશુભાઇ પારેખ, ઘનશ્યામભાઈ પટેલ, પરાગભાઈ દેસાઇ, ચંદ્રેશભાઈ પટેલ, મિતેશભાઈ દોશી, જતિનભાઈ પડિયા, જય પૂજારા, ભાવિક મેહતા, દિપક સોની, દર્શિત ચોવટીયા, હરપાલસિંહ ઝાલા, યોગેશભાઈ ગોડા, કનકસિંહ ઝાલા, મુકેશભાઇ ઝવેરી, નિલેષભાઈ રાવલ, મહાદેવભાઇ ભગદેવ, રજતભાઈ સંઘવી, કાનાભાઇ કુબાવત, વિપુલભાઈ પંડ્યા, હિતુભા જાડેજા, નયનેશ પંડ્યા, અતુલ ગઢીયા, પ્રશાંત બારોટ, રવિભાઇ સુરાણી, જયસુખભાઇ દુદકિયા, ભોડીભાઈ, ભરતભાઇ સોલંકી, દિલીપભાઇ પાંધી, રાહુલ ચાવડા, અમિતભાઈ ગડારા, નિલેષ અનડકટ, અનિલ મેવાડા, પરેશ પતિરા, અશોક બુટાણી, આનંદ ઠાકોર, મહેશ મહેતા, હિતેશ અનડકટ, પરેશ શીંગાળા વિગેરે આગોવાનો હાજર રહ્યા હતા.
પાર્ટીના પ્રતિનિધિઓ કઈ કરી શકે તેમ લાગતું નથી, તમામ સંસ્થાએ સાથે મળી લડત કરવી પડશે
રાજકોટની અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા જેમાં સરગમ ક્લબ, બોલબાલા ટ્રસ્ટ, સોરઠિયાવાડી યુવા ગ્રૂપ, સૌરાષ્ટ્ર વેપારી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, રાઇઝિંગ ઈન્ડિયા, યુવા લોયર્સ તેમજ વિવિધ ઘણા વેપારી મંડળો હાજર રહેલ તેમજ બધાના મંતવ્ય મુજબ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કઈ કરી શકે તેમ લાગતું નથી જેથી બધી સંસ્થાઓએ સાથે મળી આગામી દિવસોમાં ખૂબ મોટી ચળવળ કરવી પડશે અને રાજકારણીઓ કામ ન કરે તો પ્રજાના હિતાર્થે જરૂર પડશે તો હેલ્મેટ મુદ્દે અપક્ષ લડાવવાનું વિચારવામાં આવશે તેવો સૂર સંભળાયો હતો.



