મોદીએ દાહોદમાં વિકાસકામોની ભેટ આપી
ઓસ્ટ્રેલિયામાં ચાલતી મેટ્રોમાં કોચ પણ આપણાં ગુજરાતમાં બનેલા છે
- Advertisement -
દેશના 100 જિલ્લાને અગાઉ પછાત કહીને છોડી દેવાયા હતાં, દેશના 60 હજારથી વધુ ગામોમાં વિકાસના કામો થઈ રહ્યાં છે: સિકલસેલથી દાહોદ મુક્ત થાય તે માટેના પ્રયાસો ચાલું છે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
વડાપ્રધાન મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. વડોદરામાં તેમનો રોડ શો યોજાયો હતો. ત્યાર બાદ તેઓ દાહોદ પહોંચ્યા હતાં. ઙખએ દાહોદમાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી તેનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. દાહોદમાં મહિલાઓમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો મહિલાઓ એક જ પ્રકારની સાડી પહેરીને તિરંગા ઝંડા સાથે સભામાં પહોંચી છે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યાં છે.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ દાહોદના ખરોડ ખાતે તેમના સંબોધનમાં કેમ છો બધા કહીને શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે દાહોદનો વટ પડી ગયો છે. આજે 26 મેનો દિવસ છે. 2014માં આજના જ દિવસે પહેલીવાર મેં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતાં. તમારા આશિર્વાદની શક્તિથી હું દેશવાસીઓની સેવામાં જોડાયેલો રહ્યો છું. આ વર્ષોમા દેશમાં એવા નિર્ણયો લેવાયા જે અકલ્પનિય અને અભૂતપૂર્વ છે. આ વર્ષોમાં દેશે દશકા જૂની બેડીઓની તોડી છે. દેશ દરેક સેક્ટરમાં આગળ વધ્યો છે. દેશ નિરાશાના અંધકારમાંથી નીકળીને વિશ્વાસના અજવાળામાં તિરંગો ફરકાવે છે.આજે આપણે 140 કરોડ ભારતીયો મળીને આપણા દેશને વિકસીત ભારત બનાવવા માટે મથી રહ્યાં છીએ.
આજે ભારત તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. ભારત રેલ મેટ્રો અને તેના માટેની ટેકનોલોજી જાતે બનાવે છે. ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.પહેલા લોકો કહેતા કે ચૂંટણી આવી એટલે ખાતમુહૂર્ત કર્યું છે. ગુજરાતના રેલ નેટવર્કનું સો ટકા વિદ્યુતિકરણ પૂર્ણ થયું છે. મારો દાહોદ સાથે 70 વર્ષ જૂનો સંબંધ છે. હું અહીં આવતો ત્યારે સાયકલ પર પરેલ જતો હતો. વરસાદ થયો હોય અને ટેકરીઓ લીલીછમ હોય. બેબે ત્રણ ત્રણ પેઢીઓ સાથે નજીકથી કામ કર્યું છે. આદિવાસી વિકાસનું મોડેલ જોવું હોય તો લોકો દાહોદ આવે. આદિવાસી વિસ્તારમાં મેટ્રો આવે એજ નવાઈ લાગે.
દેશમાં લગભગ 70 રૂટ પર વંદે ટ્રેન ચાલે છે. અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. આપણે હવે બધું ભારતમાં જ તૈયાર કરી રહ્યાં છીએ. પૈસા, પરસેવો અને પરિણામ પણ આપણુું છે. ઓસ્ટ્રેલિયામાં ચાલતી મેટ્રોમાં કોચ પણ આપણાં ગુજરાતમાં બનેલા છે. વિદેશથી લવાતા લોકોમોટિવ પણ હવે ભારતમાં બની રહ્યાં છે. 70 વર્ષે દેશની રેલવેમાં પરિવર્તન આવ્યું છે. રેલવે વિકાસની નવી હરણફાળ ભરી રહ્યું છે. મેડ ઈન ઈન્ડિયા એન્જિનની ભારત વિદેશમાં નિકાસ કરે છે. વિદેશી પીચકારીઓ અને ગણપતિ લાવે છે બધા. ભારતીયોની કમાણી થાય એવું લોકોએ કરવું જોઈએ.
વડાપ્રધાને લોકોને કહ્યું હતું કે, દેશની જનતાએ ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવી જોઈએ. આપણા પેસેન્જર કોચનો મોઝામ્બિકમાં ઉપયોગ થાય છે. પહેલી હાઈસ્પીડ રેલવેનો આજે વિકાસ થઈ રહ્યો છે. આપણે આપણાં ઘરમાં વિદેશી વસ્તુઓ વાપરવાનું બંધ કરવું જોઈએ. દાહોદ અને વલસાડ વચ્ચે એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે. આ નેટવર્કનો લાભ દાહોદને સૌથી વધારે થાય. દાહોદ એક યાદગાર કારખાનું છે. કારખાના ઉભા તાય ત્યાં ઈકોસિસ્ટમ આવી જાય. તેના કારણે મારા યુવાનોને રોજગારના અવસરો મળે. દેશ દરેક સેક્ટરમાં આગળ વધ્યો છે. દાહોદથી રાજ્યને હજારો કરોડો રૂપિયાના કામોની ભેટ અપાઈ છે.
લોકો પહેલા અહીં કશું બનશે નહીં એમ કહેતા હતાં. આજે આ બંને જિલ્લાનો વિકાસ જોઈને મને ખુશી થાય છે. વડોદરા, હાલોલ, કાલોલ અને દાહોદ એમએસએમઈનો ગઢ છે. પંચમહાલ જિલ્લાના બે ભાગ કરીને દાહોદ અલગ જિલ્લો બનાવ્યો છે. આજે આ બંને જિલ્લાનો વિકાસ જોઈ શકાય છે. કેટલાય રેલવેના રૂટના લોકાર્પણ આજે અહીં થયાં છે. હવે અમદાવાદથી સોમનાથ દાદાના દર્શન સરળ બન્યાં છે. દાહોદના યુનિટમાં અનેક રોજગારીનું સર્જન થશે. અહીં કશું બનશે નહીં એવું લોકો કહેતા હતાં આજે અહીં એન્જિન બનીને તૈયાર થઈ ગયું છે. દેશભરમાં આદિવાસી ભાઈ બહેનો માટે પાકા ઘર બને છે. આદિવાસી પટ્ટામાં શાળા કોલેજોનું નિર્માણ થયું છે.
જેને કોઈ ના પુછે તેને મોદી પુછે છે. આદિવાસી વિસ્તારોમાં પાછળ રહેલાની ચિંતા પણ મે માથે લીધી છે. આગામી સમયમાં અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળશે. દેશના 100 જિલ્લાને અગાઉ પછાત કહીને છોડી દેવાયા હતાં. દેશના 60 હજારથી વધુ ગામોમાં વિકાસના કામો થઈ રહ્યાં છે. સિકલસેલથી દાહોદ મુક્ત થાય તે માટેના પ્રયાસો ચાલુ છે.
ગુજરાતના તમામ લોકોએ મને ભરપુર આશીર્વાદ આપ્યાં : મોદી
‘આજે 26 મેનો દિવસ છે, 2014માં આજ જ દિવસે પહેલીવાર મેં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતાં’
જેને કોઈ ના પુછે તેને મોદી પુછે છે. આદિવાસી વિસ્તારોમાં પાછળ રહેલાની ચિંતા પણ મે માથે લીધી છે. આગામી સમયમાં અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળશે. દેશના 100 જિલ્લાને અગાઉ પછાત કહીને છોડી દેવાયા હતાં. દેશના 60 હજારથી વધુ ગામોમાં વિકાસના કામો થઈ રહ્યાં છે. સિકલસેલથી દાહોદ મુક્ત થાય તે માટેના પ્રયાસો ચાલુ છે. જે ક્ષેત્ર વિકાસમાં પાછળ હોય તેને આગળ લાવીએ. નર્મદાનું પાણી ઘર ઘર સુધી પહોંચે તેવા પ્રયાસો કર્યા છે અને પાણી લોકો સુધી પહોંચ્યું છે. માતા બહેનોએ તિરંગો હાથમાં લઈને ઓપરેશન સિંદૂર માટે આશિર્વાદ આપ્યા છે. ગુજરાતના તમામ લોકોએ મને ભરપુર આશિર્વાદ આપ્યાં છે. દાહોદની ધરતી ત્યાગ અને તપની ભૂમી છે. દાહોદની ધરતી મા ભારતી માટે તપ અને ત્યાગને દર્શાવે છે. શું આટલું થયા પછી મોદી ચૂપ બેસી શકે? સુવિધા વધે તો દરેક ક્ષેત્રને ફાયદો થાય.બહેનોનું સિંદૂર ભૂંસે તેનું ભૂંસાઈ જવું જરૂરી છે. બાળકોની નજર સામે જ પિતાને ગોળી મારી. આજે એ દ્રશ્ય જોઈને લોહી ઉકળી ઉઠે છે. પહેલગામમાં આતંકીઓએ જે કહ્યું તે પછી ભારત ચૂપ બેસી શકે ખરું? આતંકવાદીઓએ 140 કરોડ લોકોને પડકાર ફેંક્યો હતો. આપણા શૂરવીરોએ કરી બતાવ્યું. આતંકવાદીઓએ જે કર્યું તેની સજા તેમને મળવાની જ હતી. ઓપરેશન સિંદૂર માત્ર સેન્ય કાર્યવાહી નહી પણ ભારતીય સંસ્કાર અને ભાવના છે. આતંકીઓએ સપનામાં પણ નહોતુ વિચાર્યું એવું થયું છે. 22 એપ્રિલનો બદલો માત્ર 22 મિનિટમાં લઈ લીધો. જે અમારી બહેનોના સિંદૂર ઉજાડશે એને કેમ છોડાય. જે દુનિયાએ નહોતુ જોયુ તે કરી બતાવ્યું છે.
અમદાવાદમાં PMના રોડ શો સમયે જ વરસાદની શક્યતા
PM મોદી આજે સાંજે અમદાવાદમાં રોડ શો યોજવાના છે, જોકે રોડ શો સમયે જ અમદાવાદમાં વરસાદનું વિધ્ન આવે એવી શક્યતા છે. હવામાન વિભાગ તરફથી આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી રોડ શો યોજવાના છે. નોંધનીય છે કે રવિવારે સાંજે અમદાવાદમાં ભારે પવન ફૂંકાતાં રોડ શોના રૂટ પર બેનર અને મંડપને નુકસાન થયું હતું. અમદાવાદ શહેરમાં આજે સાંજે ઙખ મોદીનો રોડ શો યોજાવાનો છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સાંજના સમયે પવન સાથે વરસાદની પણ શક્યતા છે. રવિવારે સાંજે પણ અમદાવાદ અને વડોદરામાં ભારે પવન ફૂંકાતાં પીએમના રોડ શોના રૂટ પર લગાવવામાં આવેલાં મંડપ અને બેનરને નુકસાન થયું હતું.
સાંજના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી