ઝાંઝરડા ચોકડીથી બાયપાસ રોડ પર ખાનગી મોલ તરફથી આગળ તરફ જતા ત્યાંથી પસાર થતી પાણીની લાઇન લીકેજ હોય તેમાંથી પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે.આ લાઇનમાંથી સતત પાણી નીકળી રહ્યું છે. દરમિયાન આજુબાજુના અનેક લોકો અહિં કપડાં ધોવા માટે આવે છે. મજૂર વર્ગ ગરમીથી રાહત મેળવવા જાહેર સ્નાનનો આનંદ માણે છે. તો ટુવ્હિલ, છકડો, ઓટો રિક્ષા અને ફોર વ્હિલ સહિતના અનેક વાહન ચાલકો આ પાણીથી પોતાના વાહનો સાફ કરે છે.
Follow US
Find US on Social Medias