ભવાનીનગરમાં બે મહિનાથી લોકોને પાણીને લઈ પરેશાની
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢના દોલતપરા વિસ્તારના ભવાની નગરમાં છેલ્લા બે મહિનાથી લોકો પાણીને લઈ પરેશાની ભોગવી રહ્યા છે. ભવાની નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ ખોદી નાખવામાં આવ્યા છે. તેમજ પાણીની પાઇપલાઇનનો પણ ખોદી નાખવામાં આવી છે. જેને લઇ આ વિસ્તારના સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા બે મહિનાથી આ વિસ્તારના લોકો પાણી પ્રશ્ન વલખા મારી રહ્યા છે.
બીજી તરફ પાણીની પાઈપલાઇન રોડ ખોદવાના લીધે તૂટી ગયેલ છે. તેની સામે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. ત્યારે ઘણા લોકોને વેચાતું પાણી લેવું પડે છે. તો ઘણા લોકોને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. ત્યારે આવનાર સમયમાં રહેલી તકે પાણી પ્રશ્ને યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી અહીંના સ્થાનિકોએ ઉચ્ચારી છે.દક્ષાબેન પરમારે જણાવ્યું હતુ કે અમારા વિસ્તારમા પાણીનો પ્રશ્ન છે છેલ્લા બે મહિનાથી અમે પાણી વિનાના પરેશાન છીએ.અમારે નાના બાળકો છે ત્યારે કામે જવું કે પાણી ભરવા જવું ? ત્યારે પાણીના ટાંકા વાળા પણ રોડ ખોદવાના કારણે આ વિસ્તારમાં આવતા નથી.આ વિસ્તારમાં કોઈ પણ તંત્ર આ પરિસ્થિતિ જોવા આવતું નથી.