કોડિનારના ડોળાસા ગામે ખેડૂતો પરેશાન: આંદોલનની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.13
- Advertisement -
કોડીનાર તાલુકાના ડોળાસા બાય પાસ ની ગટર નું કામ પડતું મૂકી નેશનલ હાઇવે નો કોન્ટ્રાકટર નાશી જતા લેરકા ઓવરબ્રિજ નીચે પાણી ભરતા આગળ જમીન , રહેણાક ધરાવતા બસ્સો થી વધુ ખેડૂતો મુસીબત માં મુકાયા છે. આ ખેડૂતોએ જણાવ્યું આ ગટર નું કામ તત્કાલ પૂરું નહિ થાય તો ડોળાસા ના ખેડૂતો આંદોલન નો માર્ગ અપનાવશે.
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના બાયપાસ નું કામ પંદર વર્ષે પૂરું તો થયું પણ સર્વિસ રોડ ની ગટર નું કામ અધૂરું છોડી આ કામ નો કોન્ટ્રાકટર નાશી જતા અને આજે ધોધમાર બે ઇંચ વરસાદ પડી જતા લેરકા ઓવર બ્રિજ નીચે પાણી નો ભરાવો થતાં આગળ જમીન , રહેણાક અને પશુપાલન ના દંગા ધરાવતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે.
હજુ તો કમોસમી વરસાદ થી આ હલાત છે..તો ભર ચોમાસે શું હાલત થશે..? તેવો પ્રશ્ન ખેડૂતો કરી રહ્યા છે..નેશનલ હાઇવે ઓથોરિટી ખેડૂતો ની આ ગંભીર સમસ્યા સમજે અને તત્કાલ અસર થી આ ગટર નું અઘરું કામ પૂરું કરાવે અન્યથા આ રોડ ઉપર જમીન ધરાવતા ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.