By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    32 minutes ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    1 day ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    1 day ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    22 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    23 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    1 day ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    8 minutes ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    28 minutes ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    18 minutes ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    7 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસની જલકથા પૂર્વે સુરતમાં ‘જલજાગૃતિ’ કાર્યક્રમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસની જલકથા પૂર્વે સુરતમાં ‘જલજાગૃતિ’ કાર્યક્રમ
રાજકોટ

રાજકોટમાં ડૉ. કુમાર વિશ્ર્વાસની જલકથા પૂર્વે સુરતમાં ‘જલજાગૃતિ’ કાર્યક્રમ

Khaskhabar Editor
Last updated: 2025/11/28 at 4:27 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

સૌરાષ્ટ્રને નંદનવન બનાવવા જળસંચયનો મહાયજ્ઞ

જળ સંરક્ષણ માટે 1,11,111 જળ સ્ટ્રકચર તૈયાર કરવાના સંકલ્પમાં જોડાવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની સુરતવાસીઓને અપીલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં ડિસેમ્બરમાં યોજાનારી વિખ્યાત તત્ત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસની ભવ્ય જલકથા પૂર્વે જળ સંરક્ષણના સંદેશને સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે ગત તારીખ 20 નવેમ્બરના રોજ ‘જલજાગૃતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જળસંચયની આવશ્યકતા ઉપરાંત ગામડાના તળાવોને ઊંડા કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે હિટાચી-જેસીબી મશીનનો સહયોગ આપવામાં આવનાર છે તેની જાણકારી આપવા તથા રાજકોટની ડો. કુમાર વિશ્ર્વાસની જલકથા અંગે માહિતી આપવા ઉદ્દેશ સાથે સુરતના રામકૃષ્ણ હોલ, એમ.એસ. ખેની ભવન, સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબાતલાવડી, કતારગામ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, આગેવાનો, વિવિધ સમાજના પ્રમુખો ઉપરાંત લગભગ 700 સુરતવાસીઓએ હાજરી આપી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચયના ક્ષેત્રે ક્રાંતિકારી કામગીરી કરી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા હલ કરવા માટે મુખ્યત્ત્વે ચેકડેમોને ઊંડા ઉતારવા, રીપેર કરવા અને ઊંચા કરવાની ઝુંબેશ ચલાવે છે. જનભાગીદારીના મોડેલ પર કાર્ય કરીને અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 8500થી વધુ જળસંગ્રહના સ્ટ્રક્ચરો પૂર્ણ કરવામાં આવ્યા છે.

જળસંચયના સંકલ્પને સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો સુધી પહોંચાડવા માટેના આ ઉદ્દેશના ભાગરૂપે જ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8થી 12 દરમિયાન ડો. કુમાર વિશ્ર્વાસ તેમની અદ્ભુત ‘જલકથા: અપને અપને શ્યામ કી’ પ્રસ્તુત કરશે. હિંદી ભાષાના આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય કવિ, તત્ત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસ તેમની આગવી શૈલીમાં શ્રીકૃષ્ણની શ્યામકથાને જળસંચયની આવશ્યકતા અને મહત્ત્વ સાથે વણી લેશે. આ કથાનો મુખ્ય ઉદ્દેશ નવી જનરેશનને જળ સંરક્ષણ માટે પ્રેરિત કરવાનો અને 1,11,111 જળ સ્ટ્રકચરોના મહાસંકલ્પને પૂર્ણ કરવા માટે સમાજ શ્રેષ્ઠીઓને અનુદાન માટે આગળ લાવવાનો છે.

સુરતમાં યોજાયેલા આ સમારોહ પ્રસંગે બોલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો એકમાત્ર સંકલ્પ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળ સમૃદ્ધ બનાવવાનો છે. પાણીનું ટીપે-ટીપું સંગ્રહવું એ માત્ર સેવા નહીં, પણ આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક ફરજ છે. જળસંચયના આ પ્રયાસો થકી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવ્યા છે જેના પરિણામે ખેડૂતોને સમૃદ્ધિ મળી છે અને પ્રકૃતિને નવજીવન મળ્યું છે.

આ કાર્યક્રમમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણી, જેન્તીભાઈ સરધારા અને ધીરુભાઈ રામાણીએ જણાવ્યું હતું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્ય માત્ર જળ સંરક્ષણ પૂરતુ સીમિત નથી, પરંતુ આ જનજાગૃતિનું એક મહાન અભિયાન છે. ટ્રસ્ટી પીપીટી મોડેલ દ્વારા સમુદાય અને સરકારને જોડીને અદ્ભુત પરિણામો મેળવ્યા છે. જળસંચય એ સમયની તાતી જરૂરિયાત છે અને ગીરગંગાના પ્રયાસો થકી સૂકા પ્રદેશોમાં હરિયાળી પાછી ફરી છે.

આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયા, લોકસમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથીરિયા, વરાછા કો.પો. બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટ, જલારામ સ્ટીલ ફર્નીચરના ગોવિંદભાઈ સાવસીયા, હરસુખભાઈ અકબરી, રામજીભાઈ જેતાણી, નરેશભાઈ લુણાગરિયા, વિપુલભાઈ દોંગા, વિપુલભાઈ પારખીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની આભારવિધિ હરસુખભાઈ અકબરીએ કરી હતી.

આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, શૈલેષભાઈ જાની, કૌશિકભાઈ સરધારા વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

You Might Also Like

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

સૌ. યુનિ.માં ડૉ. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ પર સેમિનાર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલ લૉન્ચ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલા પ્રિમીયર લીગ (ઠઙક)ની 2026ના મેગા ઑક્શનના 11 ખેલાડીઓ માલામાલ બની : સૌથી મોંઘી ખેલાડી બની દિપ્તી શર્મા
Next Article કચ્છી ખારેક અને કેસર કેરી સહિત સૌરાષ્ટ્ર – કચ્છના 10 ઉત્પાદનોએ મેળવ્યો GI ટેગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ
દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

વિદેશમાં વર્ક પરમીટના બહાને 78 લોકો સાથે 3.29 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી સુવિધાઓ માટે રહેવાસીઓ વર્ષોથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?