પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન સામે આતંકવાદ વિરોધી અધિનિયમની કલમ 7 હેઠળ કેસ દાખલ થયા બાદ હવે ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. વિગતો મુજબ ઈમરાન ખાન સામે આતંકવાદ વિરોધી અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઈમરાન ખાન વિરુદ્ધ વોરંટ જાહેર થતાં હવે તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ પીએમ પર એક જજ અને બે ઉચ્ચ અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે.
- Advertisement -
હકીકતમાં શનિવારે (20 ઓગસ્ટ) એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઈમરાન ખાને ટોચના પોલીસ અધિકારીઓ, એક મહિલા મેજિસ્ટ્રેટ, પાકિસ્તાનના ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. તેણે આ ચેતવણી તેના સાથી શાહબાઝ ગિલની સારવારને લઈને આપી હતી, જેની ગયા અઠવાડિયે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
Govt planning to arrest Imran Khan (former Pakistan PM & PTI chairman), says Shah Mahmood Qureshi (Vice Chairman, Pakistan Tehreek-e-Insaf): Pakistan's ARY News https://t.co/dBL7cqXI5m
— ANI (@ANI) August 21, 2022
- Advertisement -
પૂર્વ PMના ભાષણોના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ
અગાઉ પાકિસ્તાનમાં તમામ સેટેલાઇટ ટેલિવિઝન ચેનલો દ્વારા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાનના ભાષણોના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ શનિવારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, વારંવારની ચેતવણીઓ છતાં ટેલિવિઝન ચેનલો “સરકારી સંસ્થાઓ” વિરુદ્ધ સામગ્રીનું પ્રસારણ રોકવામાં નિષ્ફળ રહી છે.
મીડિયા નિયામક પેમરાએ શું કહ્યું ?
પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીના નિયામકે જણાવ્યું હતું કે, એવું જોવામાં આવ્યું છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન તેમના ભાષણો/નિવેદનોમાં સરકારી સંસ્થાઓ પર સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે અને ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા નફરત ફેલાવતા ભાષણોને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેને કારણે કાયદો જાળવવો મુશ્કેલ થઈ શકે છે. અને વ્યવસ્થાની સ્થિતિ અને જાહેર શાંતિનો ભંગ થવાની સંભાવના છે.
શાહબાઝ શરીફની સરકાર ફાંસીવાદી સરકાર: PTI
PTI અધ્યક્ષ પર લાદવામાં આવેલા પ્રતિબંધ પર તીખી પ્રતિક્રિયા આપતા પાર્ટીએ કહ્યું, વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકાર ફાંસીવાદી સરકાર છે.