અરબી સમુદ્રમાં કોંકણ અને ગોવાના દરિયામાં પણ જોરદાર કરંટ: વરસાદની આગાહી
ખાસ-ખબર સંવાદદાતા
ગયા રવિવારે કેરળમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયા બાદ તે ઝડપભેર આગળ વધી રહ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનો જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધતું હોવાથી આજથી દક્ષિણ અને પુરવોત્તર રાજ્યોમાં અનેક સ્થળે ભારેથી અતિ વારે વરસાદની શક્યતા છે.
- Advertisement -
હવામાન ખાતાના જણાવ્યા મુજબ કર્ણાટક તામિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય સબ હિમાલયા ત્રિપુરા અને અરુણાચલમાં આજથી વરસાદ શરૂ થયો છે અને ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી આ રાજ્યો પૈકીના મોટાભાગના સ્ટેટમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળે છે.
અરબી સમુદ્રના મોટાભાગના વિસ્તારમાં નૈઋત્યનું ચોમાસુ છવાઈ ગયું છે અને આજે તેની અસર કોકણ ગોવાના દરિયામાં પણ જોવા મળી હતી. દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાદળોના ગંજ ખડકાયા છે. વાવાઝોડા જેવી ઝડપે તોફાની પવન ફૂંકાય રહ્યો છે કોકણ તથા ગોવામાં વરસાદની ચેતવણી આપવામાં
આવી છે.