આજરોજ મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. 10માં ખડકાયેલ ગેરકાયદેસર દબાણ- બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નં. 10માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં. 10માં જીજ્ઞેશ ગણાત્રાએ માર્જિનના ભાગમાં કરેલ પોર્ચ અને ઉદય ગાંધીએ પંચાયતનગર શેરી નં. 2ના ખૂણે કરેલી 4 દુકાનો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આમ વોર્ડ નં. 10માં જીજ્ઞેશ ગણાત્રા અને ઉદય ગાંધીએ ગેરકાયદેસર બાંધકામ કરતા મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી, ટેકનિકલ સ્ટાફ અને જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ હાજર રહ્યો હતો.