બે રાષ્ટ્રો વચ્ચે વિશાલ ફલક ઉપર સામસામે થતો સંહાર એટલે યુદ્ધ. જેનો એક માત્ર ઉદ્દેશ દુશ્મનોનો ખાતમો. મારો કે મરો. જેના ઘણા પ્રકાર છે. અધર્મ સામે લડવું એ ધર્મયુદ્ધ, જે રામાયણ અને મહાભારતમાં, હતું. રાજયુદ્ધ જેમાં રાજ્યોને સાચવવા કે સીમાઓનો ફેલાવો કરવા લડાતું, જે વર્ષોથી ચાલતું આવ્યું છે. આજે એમાં ઘણા પેટા પ્રકારો થઇ ગયા છે. પરંપરાગત યુદ્ધ, લિમિટેડ વોર ( જે માત્ર લક્ષ પૂરું થતા સમેટાઈ જાય છે) મર્યાદિત યુદ્ધ, અમર્યાદિત યુદ્ધ ( જેનો કોઈ સમય કે નિકાલ નથી) ન્યુક્લિયર વોર, સિવિલ વોર, કોલ્ડ વોર, સાઈબર વોર, ઇકોનોમિક વોર, અને છેલ્લે ટેરરિસ્ટ વોર ( કોઈ પણ ખાસ કારણોસર અંગત ઝનુનને કારણે આતંક ફેલાવે છે) હાલના તબક્કે આતંકવાદ એ માનવજાત માટે મોટો ખતરો છે. એ લોકોમાં ભય, અસ્થિરતા, અરાજકતા ફેલાવી પોતાની ગેરવ્યાજબી માંગણીઓ પૂરી કરે છે. આ કારણે હજારો લાખો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા આતંક અને આતંકવાદીઓને નાબુદ કરવા દરેક દેશોએ એક થવાની જરૂર છે. ત્યારે કેટલાક દેશો સીધી અને આડકતરી રીતે તેમને પોષે છે અને એજ કારણે આજ સુધી તેમનો ખાતમો થયો નથી. 22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ નજીકના બૈસરાન વેલીમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. 2008ના મુંબઈ હુમલા પછીનો ભારતનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો જેમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ઝછઋ) નામના આતંકવાદી જૂથ સંકળાએલ હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલું માનવામાં આવે છે. હુમલાખોરોએ અઊં-47 અને ખ4 કાર્બાઇન જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની કડક નિંદા કરી છે. હુમલાખોરોને કડક સજા થાય એ માટેની પ્રતિજ્ઞા લીધી છે. કારણ આ હુમલો હિંદુ ધર્મની છાતી ઉપર હતો એ નક્કી હતું. હિંદુ પુરુષ પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ મુસાફરોને તેમના નામ પૂછ્યા અને કાલ્મા (ઇસ્લામિક પ્રાર્થના) બોલવા કહ્યું. જેઓ કાલ્મા બોલી શક્યા તેમને છોડવામાં આવ્યા. જોકે હિન્દુઓને બચાવવા માટે એક મુસ્લિમ ભાઈએ પોતાનો જાન ગુમાવ્યો હતો, આને ધર્મથી ઉપર માનવતા પણ કહેવાય. આ હુમલા પછી કાશ્મીરમાં યુધ્ધ થવાની શક્યતાઓ વધી ગઈ છે. લોકોમાં આ બીજો ડર ઉભો થઇ રહ્યો છે. આની શરૂવાતના પગલે સિંધુ જળ સંધી બંધ કરી ભારત દ્વારા પાકિસ્તાનમાં જતું પાણી બંધ કરી દેવાયુ., એમ થતા એ દેશમાં ખેતીલાયક અને પીવાના પાણીની અછત થાય જેની અસર સામાન્ય જનતા ઉપર પણ થવાની, આર્થિક રીતે પાયમાલ થાય. બંને દેશોએ રાજદુતીય સંબંધો સ્થગિત કરી દીધા છે. આ બધા વચમાં ભારતીય સેનાએ, ઈછઙઋ અને ઉંઊં પોલીસ સાથે મળીને, મોટાભાગના હુમલાખોરોનો ખાત્મો બોલાવી દીધો એ સરાહનીય છે. ખેર આ બધું જગજાહેર છે. મુદ્દાની વાત યુદ્ધની શક્યતાઓ કેટલી અને આગળ શું? . આ સુધી આતંકવાદી જૂથ તરફથી ઘણા હમલા થયા, ભારતને ઘણું નુકશાન ભોગવવું પડ્યું. પરંતુ ખુલ્લેઆમ આ રીતે ધર્મને અલગ કરાઈ હિંસા નહોતી થઇ. પાકિસ્તાન આ બધાની પાછળ પોતાનો હાથ છે એ વાત નકારે છે છતાં સચ્ચાઈ બધા જાણે છે. બંને દેશો વચ્ચેનો તણાવ જગ જાહેર છે છતાં જયારે પણ આવા નિંદનીય હુમલા થાય કે આતંકવાદી હુમલા થાય ત્યારે સર્જાતી સ્થિતિ વિશ્વ શાંતિ માટે ચિંતાજનક છે. આતંકવાદનો અંત લાવવો ખુબજ જરૂરી છે. આ માટે યોગ્ય પગલા લેવા પડે કરડી આંખ કરવીજ જોઈએ. આ બધા માને છે જાણે છે છતાં કોઈને પણ પોતાનું ખોઈને આગળ આવવું નથી. ભારત પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણ પડોસી દેશના રાજકારાણીઓ આતંકવાદને પોષે છે એ હકીકત છે. યુદ્ધ કોઈ પણ દેશ કે સમાજ માટે વિનાશક પરિસ્થિતિ સર્જે છે. યુદ્ધથી માનવ, આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અનેક સ્તરે નુકસાન થાય છે. નિર્દોષ નાગરિકો અને સૈનિકો બંનેના મૃત્યુ થાય છે. સેંકડો લોકોને શારીરિક અને માનસિક ઘાવ થાય છે. યુદ્ધને કારણે લોકો જીવ બચાવવા પોતાનું ઘર ગામ કે દેશ છોડવા મજબૂર બને છે. દેશમાં અનેક પ્રકારના આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે. ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રમાં અનેક પડકારો આવે છે. વેપાર અને આર્થિક રોજગાર ઠપ્પ થઈ જાય છે. લાંબા ગાળાની મોંઘવારી, બેરોજગારી અને આર્થિક મંદી આવે છે. વિસ્ફોટકો, તોડફોડને કારણે સંસ્કૃતિ અને વારસાની ચીજો નષ્ટ થાય છે. રાસાયણિક હથિયારોના ઉપયોગ દ્વારા જમીન, પાણી અને હવા દુષિત થાય છે. સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન સમાજમાં ભય, અસુરક્ષા અને અસહિષ્ણુતાનું વાતાવરણ ઊભું થાય છે. લોકોમાં ઘૃણા, બદલો અને વેરભાવ પેદા થાય છે. પ્રથમ વિશ્વ યુદ્ધ 1914માં થયું જેમાં 1.5 કરોડ લોકો મૃત્યુ પામ્યા. યુરોપનો મોટોભાગ આ યુદ્ધમાં ધ્વસ્ત થયો હતો. દેશોના નકશા બદલાઈ ગયા. અથતંત્ર તૂટી ગયું હતું. ઘણું નુકશાન સામાન્ય જનતાને ભોગવવું પડ્યું. બીજું વિશ્વ યુદ્ધ 1939માં થયું. બહુ ઓછા સમયના અંતરે બીજું વિશ્વયુદ્ધ જેમાં 7 થી 8 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇતિહાસનું સૌથી ઘાતક લશ્કરી સંહાર હતો. યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા તેના કરતા વધારે લોકો એ પછીના રોગચાળા અને ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા. જાપાનના હિરોશીમા અને નાગાસાકી આજે પણ આની અસરથી ઉભરી શક્યા નથી. એ સમયે હોલોકોસ્ટ એટલે કે વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપિયન યહૂદીઓનો નરસંહાર જેમાં નાઝી જર્માંનીઓ દ્વારા 60 લાખ યુંહુદીઓની અમાનવીય રીતે કરેલી હત્યા કલંકિત હતી. 1999 ભારત પાકિસ્તાન વછે કારગીલ યુદ્ધ થયું.જેમાં ભારતના આશરે 500 જવાનો સહીદ થયા સરહદી વિસ્તારમાં ઘણું નુકશાન થયું. હતું. આ બધા સમય દરમિયાન દુનિયાના તમામ દેશો સમજી ચુક્યા અહાતા કે યુધ્ધને વધારે ખેચવામાં બંને દેશોનું મોટું નુકશાન છે. 2022માં યુક્રેન અને રશિયા વચમાં યુદ્ધની શરૂઆત થઇ જેમાં હજારો સૈનિકોના મોત થયા યુક્રેનના અનેક શહેરો ઘરાસાઈ થયા, લાખો લોકોને શરણાર્થી બનીને ઘર ગામ છોડવા પડ્યા. આર્થિક અને રાજકીય નુકશાનીને છેવટે પ્રજાએ ભોગવવાની રહે છે. ઈઝરાઈલ અને પેલેસ્ટાઇન વચ્ચેની અથડામણમાં આજે પણ હજારો લોકો શારીરિક અને માનસિક ઘા ઝીલી રહ્યા છે. યુદ્ધથી કોઈને ક્યારેય ફાયદો થયો નથી. મોટાભાગના યુદ્ધ પોતાના દેશની જમીન, માન અપમાન અને સુરક્ષા હેઠળ છેડાઈ રહ્યા છે. પરંતુ આ વખતે યુદ્ધ છે આતંકવાદીઓ વિરુદ્ધમાં જેમાં દુનિયાના દરેક દેશોએ એક થવાની અને આતંકવાદ વિરુદ્ધ લડવાની જરૂર છે. દેશનું દેશ સાથે નહિ પણ ગુનાહિત માનસ સામેનું આ યુદ્ધ છે. હા આતંકવાદને પોષતા દરેકને પણ આની શિક્ષા મળવી જોયે. આજે તમામ ભય ફગાવી ભારત જ્યારે આ પગલું ભરી રહ્યું હોય ત્યારે દુનિયાના તમાન દેશોએ તેની પડખે ઉભા રહેવા એક થવું જોઈએ. પાડોશના ઘરમાં થતો આતંક ક્યારેક આપણા સુધી આવવાનો એ નક્કી છે, પાડોશીને મદદ કરવા સાથ આપવો તો બુદ્ધિશાળી માણસની ફરજ અને જરૂરીયાત છે. પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. જોકે ભારત પાકિસ્તાન વચમાં સીધું યુદ્ધ થવાની શક્યતાઓ ઓછી છે. કારણ બંને દેશો અણુશસ્ત્રો ધરાવે છે. એક પાસે પાંચ હોય અને બીજા પાસે બે હોય છતાં બંને દેશો ઉપર તેની માઠી અસર થવાની. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખુબ ઊંચા સ્તરે છે. જેમાં પાકિસ્તાન પડદા પાછળ રહી આંતકવાદી જૂથોને પ્રોટેક્શન આપી ભારતમાં વર્ષોથી આતંક ફેલાવી રહ્યું છે, જેનો જવાબ આપવો પણ જરૂરી બની ગયો છે. છતા યુદ્ધ એ કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ નથી. સીમાઓના રક્ષણ અને આતંકવાદને રોકવા માટે વ્યુહાત્મક લડાઈઓ, અને એર સ્ટ્રાઈક અને સીમા ઉપર બોમ્બિંગ જેવી નાની લડાઈઓ દ્વારા દુશ્મનોને અંકુશમાં રાખવા જરૂરી છે. બંને દેશોની સરહદો લાઈન ઓફ કંટ્રોલ (હજ્ઞભ) ઉપર તણાવ છે. જ્યાં યુદ્ધ થવાની શક્યતાઓ જણાય છે. છતાં ભારતના પ્રધાનમંત્રીની વ્યુહાત્મક વિચારો અને ઘણા અલગ છે એ જોતા સીધું યુદ્ધ નહિ થાય તેની ખાતરી સાથે હું શાંતિ પ્રાર્થના કરું છું. દુર ઉભા રહી, યુદ્ધ કરો, એકબીજાને પાડી દો, બદલો લો જેવા વાક્યો કહેવા, ઉશ્કેરાટ ફેલાવવો સહેલો છે, પરંતુ એ સ્થતિમાં પોતાની જાતને જોવી કેટલી અધરી છે તે સરહદ ઉપરના જવાનો અને ત્યાના સ્થાનિક નિવાસીઓને પૂછવું જોઈએ.
યુદ્ધ, સામુહિક રીતે આંતરરાષ્ટ્રીય લડાઈ

Follow US
Find US on Social Medias


