વિદ્યાર્થી નેતાઓ આવામી લીગ પર પ્રતિબંધ માટે માંગણી કરે છે, જ્યારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી પ્રતિબંધનો વિરોધ કરે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બાંગ્લાદેશમાં જાગેલા ભારે, રાજકીય ચક્રવાત પછી રચાયેલી મોહમ્મદ યુનુસની અંતરિમ (વચગાળાની) સરકારે જવાબદારી સંભાળી છે. હવે સ્થિતિ શાંત થતાં દેશમાં સમય પૂર્વે ચૂંટણી યોજવા જઇ રહેલાં દબાણને લીધે યુનુસ સરકાર દ્વિધામાં મુકાઈ ગઇ છે. જુલાઈ ઓગસ્ટમાં થયેલા રાજકીય ચક્રવાતમાં નેતૃત્વ લેનારા વિદ્યાર્થી નેતાઓ શેખ હસીનાની પાર્ટી આવામી લીગ ઉપર પ્રતિબંધ મુકવાની માગણી કરી રહ્યા છે. તો બીજી તરફ આવામી લીગની પ્રતિસ્પર્ધક પાર્ટી હોવા છતાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી) અને તેના સાથી પક્ષો, આવામી લીગને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકવાનો વિરોધ કરી રહેલ છે, અને કહે છે કે દેશનાં રાજકારણમાં દરેક પક્ષો હોવા જ જોઇએ.