ખરતાવાળ, અકાળે થતા સફેદ વાળ, અન હેલ્ધી વાળ, વાળનો ગ્રોથ ઓછો હોવો આ દરેક સમસ્યા આજે દરેક માણસ માટે ચિંતાનો વિષય બની ગઈ છે.
દરેક માણસ આજે મજબૂત અને સ્વસ્થ વાળની ઈચ્છા રાખે છે. સામાન્ય રીતે વાળ દર મહિને 1.25 સેમી અને દર વર્ષે 15 સેમી જેટલા વધે છે. તે કેટલું વધે છે તે વય, આરોગ્ય, આનુવંશીક્તા અને આહાર જેવા પરિબળો પર આધારિત છે.યોગ્ય પોષક તત્વ સાથે સંતુલિત હાર ખાવાથી વાળના વિકાસને પ્રોત્સાહન મળે છે.
બદામનું માખણ : બદામના માખણમાં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે.જેમાં પ્રોટીન,આરોગ્યપ્રદ ચરબી,અને કેટલાક વિટામિન શામેલ બદામમાં રહેલું વિટામિન ઊ એ વાળને જાડા અને ઘાટા બનાવે છે.
- Advertisement -
લાલ મસુર દાળ : લાલ મસુર દાળ એ ફોલિક એસિડથી ભરપૂર હોય છે.મસુર દાળ બોડીમાં રેડ બ્લડ સેલ બનાવવામાં મદદ કરે છે.અને તે રેડ બ્લડ સેલ્સ શરીરના દરેક ઓર્ગનમાં ઓક્સિજન પહોંચાડે છે.તે સ્કાલ્પ અને સ્કિનને મજબુત બનાવે છે.
જવ : પલાળેલા અથવા લાકડાના બાઉલમાં રાધેલા જવએ વાળના વિકાસ માટે ખુબ ઉપયોગી છે.
બેરી : બેરીએ એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન-ઈ થી ભરપૂર હોય છે.તે હેર ગ્રોથમાં વધારો કરે છે. ઉદાહરણ તરીકે સ્ટ્રોબેરીમાં વિટામિન સી ભરપૂર હોય છે જે કોલાજનના ઉત્પાદનમાં મદદરૂપ છે. આ દરેક પરિબળો વાળના વિકાસ માટે
- Advertisement -
પાલક : પાલકએ ફોલેટ,આયન,વિટામિન-અ અને વિટામિન-ઈ થી ભરપૂર હોય છે.અને આ દરેક પોષકતત્વો હેરની ક્વોલિટી અને ક્વોન્ટિટી માટે ખુબ મહત્વના છે.
સોયાબીન : સોયાબીન એ સ્પર્મઈડાઈનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને આ સંયોજન વાળની લંબાઈ વધારવા માટે શ્રેષ્ઠ છે.
શક્કરિયા : શક્કરિયા એ બીટા કેરોટિનનો મુખ્ય સ્ત્રોત છે.જે વાળના સારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. આ ઉપરાંત તેમાં રહેલું વિટામિન-અ સીબુમના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત વાળના વિકાસના દરને પણ ઝડપી બનાવી શકે છે.
કઠોળ : કઠોળએ પ્રોટીનનો વનસ્પતિ આધારિત ઉત્તમ સ્ત્રોત છે જે વાળના વિકાસ માટે જરૂરી છે. કઠોળ ઝિંકનો સારો સ્ત્રોત છે જે વાળના વિકાસ અને સમારકામના ચક્રને સહાય કરે છે. આ ઉપરાંત કઠોળમાં આર્યન, બાયોટિન અને ફોલેટ પણ સામેલ છે આ દરેક પોષકતત્વો વાળની સારી ગુણવતા માટે ઉપયોગી છે.
સૂર્યમુખી, શણ, ચિયાનાં બીજ : સૂર્યમુખીના બીજએ વિટામિન ઇ અને ઊ થી ભરપુર હોય છે.28 ગ્રામ જેટલા સૂર્યમુખીના બીજ એ લગભગ તમારા દરરોજની વિટામિન-ઊની લગભગ 50% જરૂરિયાત પુરી પાડે છે. ફ્લેક્સ સીડસ અને ચિયા સીડસએ ઓમેગા-3 ફેટી એસિડ પૂરું પાડે છે.આ દરેક સીડસએ પોષકતત્વો થી ભરપૂર હોય છે.માટે આ બીજના મિશ્રણનો દરરોજ ઉપયોગ કરવો જોઈએ.
આમળા : આમળાએ ફાઈબર,વિટામિન-ઈ અને એન્ટિઓક્સિડન્ટનો ભરપુર સ્ત્રોત છે માટે વાળને ખરતા અટકાવવા અકાળે સફેદ થતા અટકાવવા માટે આમળાએ સારા વાળ માટેની દવા છે.
સરગવો : સરગવો પ્રોટીન અને બીજા વાળના ગ્રોથ વધારવા માટે જરૂરી પોષકતત્વો ધરાવે છે માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત સરગવાનો ઉપયોગ કરવો
સુકુ ટોપરું : સુકુ ટોપરુંએ હેલ્ધી વાળ માટે ઉત્તમ આહાર છે.માટે તમારા આહારમાં ટોપરાનો કોઈને કોઈ રીતે ફરજીયાત પણે ઉપયોગ કરવો જોઈએ.
ડ્રાય ફ્રુટસ : બદામ, અંજીર, જરદાળુ, પિસ્તા અખરોટ, ખજૂરએ પોષકતત્ત્વોથી ભરપુર હોય છે. માટે દિવસમાં મુઠી એક ડ્રાયફ્રૂટ્સ વાળના સારા સ્વાસ્થ્ય માટે ખુબ આવશ્યક છે.
આપણે જે ખાઈએ છીએ તેની આપણા વાળના સ્વાસ્થ્ય પર ભારે અસર પડે છે. વિટામિન એ,સી,ડી,ઈ અને ઝીંક તથા વિટામિન ઇ,આયર્ન,બાયોટિન,પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડસ સહિતના યોગ્ય પોષક તત્વોનો અભાવ વાળના વિકાસને ધીમું કરી શકે છે.અથવા વાળને ખરવાનું કારણ બની શકે છે.માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો ઉપયોગ કરવો નિયમિત વાળને સાફ રાખવા તથા ઓઈલિંગ કરવું વાળને પ્રદુષણમાં દૂર રાખવા ચિંતાને લીધે પણ વાળને નુકસાન થાય છે.માટે સ્ટ્રેસ ફ્રી જીવન જીવવું Let your Food Made your Medicine.