ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
મોરબી જીલ્લા સહીત રાજ્યભરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી આવા ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવાની સુચના અન્વયે આજે વાંકાનેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાંચ કરોડથી વધુની કિમતની સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલ દબાણો દુર કરવામાં આવ્યા હતા.
શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ રહીમભાઇ રાયધનભાઈ મોવર રહે.વીશીપરા વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર કરેલ અનઅધિકૃત દબાણ આશરે 1800 વાર જમીન જેની અંદાજીત કીમત રૂપિયા પાંચ કરોડ થતી હોય જે સરકારી જમીન ઉપરનું દબાણ નગરપાલિકા વાંકાનેર તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવામાં આવ્યું હતું દબાણ હટાવ કામગીરી સમયે નગર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિત પાલિકાની દબાણ હટાવ ટીમ જોડાઈ હતી. દબાણ હટાવ કામગીરી સમયે કોઈ જ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે શહેર પોલીસ મથકના પી.આઈ. હકુમતસિહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.



