ઉપવાસ છાવણી ખાતે સમર્થકોના ટોળા ઉમટ્યા
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરમાં રાજકીય અગ્રણી જીતુ સોમાણી દ્વારા ગણપતિ ઉત્સવ માટે મેદાનની મંજૂરી આપવા માટે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના સમર્થનમાં વેપારીઓ દ્વારા વાંકાનેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધની વ્યાપક અસર જોવા મળી હતી જેમાં મોટાભાગની બજારો-દુકાનો બંધ રહી હતી. તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી રાજકીય અગ્રણીની માંગણીને બુલંદ બનાવી છે.
- Advertisement -
વાંકાનેરમાં ગણેશ ઉત્સવ માટે આર.એસ.એસ.ના ગ્રાઉન્ડની મંજૂરી મુદ્દે રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા ચાલતા ઉપવાસ આંદોલન દરમિયાન શનિવારે સંતો-મહંતો, આર.એસ.એસ, વિહિપ, શિવસેના, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, ધાર્મીક-સામાજિક સંસ્થાઓ તેમજ સામાજીક અગ્રણીઓની જીતુભાઈ સોમાણીના સમર્થનમાં એક મિટિંગ ઉપવાસી છાવણી ખાતે મળી હતી જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, સામાજિક સંસ્થા, તેમજ અગ્રણીઓ દ્વારા મંગળવારે વાંકાનેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે આજે વાંકાનેર બંધના એલાનને જબરી અસર થઈ હતી અને તમામ બજારો બંધ રહી હતી. મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી જીતુ સોમણીને સમર્થન આપી તેમની મેદાનને મંજુરી આપવાની માંગને બુલંદ બનાવી હતી. આજના વાંકાનેર બંધને 70 ટકા જેવી અસર થતા તંત્રને પણ રેલો આવ્યો છે.