બંધારણ અને લોકતંત્રના રક્ષકોનું ભાવ સ્મરણ કરવાનો આ અવસર છે: કલેકટર એન.વી ઉપાધ્યાય
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે 1975માં તત્કાલિન સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી… આ કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વેરાવળ ખાતે વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધી વોકેથોન રેલી યોજાઈ હતી. કલેકટર એન.વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ સંવિધાન પર થયેલા કુઠારાઘાતનો સ્મરણ કરવાનો અને ભવિષ્યમાં બંધારણ પર આવો પ્રહાર ન થાય અને બંધારણ અને બંધારણનો આત્મા જીવીત રહે તે વિશે નવી પેઢીને માહિતગાર કરવાનો પ્રસંગ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કટોકટીકાળ દરમિયાન નાગરિકોને અભિવ્યક્તિની અને પ્રેસની અભિવ્યક્તિને ઘોંટવામાં આવી હતી. આ વોકેથોનમાં વિદ્યાર્થીઓએ તિરંગા સાથે ’ભારત-મધર ઓફ ડેમોક્રેસી’, ’મોર પાવર ટુ ડેમોક્રેસી’, ’લોંગ લીવ ડેમોક્રેસી’ જેવા બેનર્સ તેમજ ’ભારત કા સંવિધાન હૈ’, ’વંદે માતરમ’ જેવા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.