24મી પદયાત્રા રથ સાથે ઉમિયા માતાજીના જયજયકાર કરતા ગાંઠિલા ખાતે પહોંચી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
વંથલીના ગાંઠિલા ખાતે આવેલ કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયાના મંદિર ઉમાધામ દર વર્ષની જેમ શ્રાવણ માસના પ્રથમ રવિવારે સવારે 6 કલાકે જૂનાગઢ ઝાંઝરડા રોડ ખાતે આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આરતી કરી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી આ 24 મી પદયાત્રામાં માતાજીના રથ અને હાથમાં ત્રિરંગા સાથે હજારો ભક્તો સાથે ઝાંઝરડા રોડ થઈ મધુરમ, વાડલા ફાટક, વાડલા, લુવારસર, ધણફુલિયા થઈનેમાં ઉમિયાના જયજયકાર સાથે વાજતે ગાજતે ઉમાધામ ગાંઠિલા ખાતે પહોંચી હતી
- Advertisement -
આ પદયાત્રા દરમિયાન વચ્ચે દાતાઓ દ્વારા ભાવિકો માટે શરબત, ચાપાણી, આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ તકે મંદિર ખાતે મંદિરના પ્રમુખ, ટ્રસ્ટી, તેમજ કારોબારી સભ્યો દ્વારા પદયાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પદયાત્રા માટે ઉમા પદયાત્રા ના સમિતિના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ પદયાત્રામાં જૂનાગઢ સાથે માણાવદરના ભાવિકો દ્વારા પણ પદયાત્રા યોજાઈ હતી જેમાં આગલી રાતે 9 કલાકે માણાવદર થી નરેડી, વંથલી,શાપુર, ધણફુલીયા થઈ માં ઉમાધામ ગાઠીલા ખાતે પહોંચ્યા હતા.