આંતરરાષ્ટ્રીય સ્તરે ડિફોલ્ટર થતા બચવા પાકના હવાતીયા
લોકો ઉંઘમાં હતા ત્યારે જ વટહુકમથી મીની બજેટ જાહેર કરી મંજુર કરાવ્યુ: ફીન્ચે રેટીંગ ઘટાડતા નવી ઉપાધી
- Advertisement -
ભારતના પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનની આર્થિક હાલત દિન પ્રતિદિન અત્યંત કંગાળ થવા જઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સહિતની સંસ્થાઓની મદદ માટેની શરતોનું પાલન કરવા વડાપ્રધાન શાહબાઝે ટેક્ષબોમ્બ ફોડતા પાક જનતા પર 115 અબજ રૂપિયાનો નવો વેરો લાદીને ડિફોલ્ટર થતા બચાવવાના આખરી મરણીયા પ્રયાસ ચાલુ કર્યા છે.
પરંતુ આંતરરાષ્ટ્રીય એજન્સી ફિન્ચે પાકનું રક્ષણ ઘટાડીને નેગેટીવ કરી દેતા હવે પરિસ્થિતિ વધુ વણસી છે. પાક વડાપ્રધાને ગઈકાલે રાત્રીના એક મીની બજેટને વટહુકમના માધ્યમથી રજુ કરીને રાષ્ટ્રપતિ ડો. આરીફ અલ્વી પાસે મંજુર પણ કરાવી લીધુ હતું જેમાં રૂા.115 અબજનો નવો ટેક્ષ છે. જેમાં જીએસટી દર મધ્યમ ચીજો પર 1% વધારીને 18% કરાયો હતો. સિગારેટ પરની એકસાઈઝ પણ વધારી છે.
લકઝરી ચીજો પરનો જીએસટી દર 25% કરાયો છે અને આજે હવે પાક સંસદમાં તેને રજૂ કરીને ઔપચારિક મંજુરી અપાશે. પાક દેવાળીયા બનવાની રાહમાં નજીક પહોંચી ગયુ છે. પાકના વિદેશી ભંડારનું રેટીંગ સીસીસી પ્લસમાંથી ઘટાડીને સીસીસી-માઈનસ કર્યુ છે. પાકની પાસે વિદેશી ચલણ હવે તળીયે પહોચી ગયું છે તેમ છતાં પાકની મુશ્કેલી ઘટશે નહી.