જૂનાગઢની વિદ્યાર્થીની યસ્વી સલામત ઘરે પહોંચી
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેનામાં ચાલી રહેલા યુદ્ધને લઇ અને ભારતીયો અને ગુજરાતીઓ યુક્રેનમાં ફસાયા છે. છાત્રોને પરત લાવવાનાં પ્રયાસ થઇ રહ્યાં છે. જૂનાગઢની છાત્રા યસ્વી ભાટીયા સલામત ઘરે પહોંચી હતી. જ્યારે વડાલનાં વિદ્યાર્થી રોમાનિયા એરોડ્રામ નજીક કેમ્પમાં સલામત છે. વહીવટી તંત્રએ યુવાનનાં પરિવારની મુલાકાત લીધી હતી.
- Advertisement -
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં મોટી સંખ્યામાં છાત્રો ફસાયા છે. ભારત સરકાર દ્વારા તેમને વતન લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.મોટી સંખ્યામાં છાત્રા પરત પણ આવી ગયા છે. તેમજ હજુ અનેકને પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે યુક્રેનનાં ચરનીવિસ્ટી શહેરમાં એમબીબીએસનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યસ્વી ભાટીયા સલામત રીતે ઘરે પહોંચી હતી. યસ્વીએ સરકારનો આભાર માન્યો હતો. આ ઉપરાંત અનેક છાત્રો યુક્રેનમાં છે. તેમને પણ પરત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે વડાલનો વિદ્યાર્થી હજુ યુક્રેનમાં છે. હાલ આ છાત્ર રોમાનિયા એરોડ્રામ નજીક કેમ્પમાં છે અને સલામત છે.
જૂનાગઢનાં એસડીએમએ વડાલ તેના પરિવારની મુલાકાત લીધી હતી. સલામત હોવાનું કર્યું હતું.
તેમને પરત લાવવાની તૈયારી ચાલી રહી છે. જોકે ગુજરાતનાં છાત્રો જુદા-જુદા કેમ્પમાં સલામત હોવાનું જણાવા મળ્યું હતું.


