ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ જ્ઞાનકેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે વિવિધ જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જે દ્વારા વિદ્યાર્થીઓને લાઈબ્રેરી પ્રત્યે-વાંચન પ્રત્યે લગાવ વધતો હોય છે. આ વખતે વી.વી.પી. જ્ઞાનકેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમો થયા જેમાં લાઈબ્રેરી અવેરનેસ બુક ડોનેશન ડ્રાઈવ બુક સજેશન એન્ડ લાઈબ્રેરી ઇમ્પ્રુવમેન્ટ સજેશન્સ તથા સોશિયલ મીડિયા પર લાઈબ્રેરી રીલેટેડ સુંદર શ્લોગનો દ્વારા વાંચનવૃત્તિ વધે તે માટે નવતર આયોજન કરવામાં આવેલ. લાઈબ્રેરી અવેરનેસ કાર્યક્રમ દરમિયાન લાઈબ્રેરી વિભાગના કર્મચારીઓ દ્વારા વી.વી.પી. લાઈબ્રેરીના સમૃદ્ધ ડીજીટલ તથા ફીઝીકલ રીસોર્સીસ વિશે તલસ્પર્શી માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. સાથે જ વિદ્યાર્થીઓ પાસે જ્ઞાનવર્ધક પ્રેકટીકલ એકટીવીટીઝ કરાવવામાં આવી હતી અને તેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ આપી મોટીવેટ કરવામાં આવેલ હતા. ગુગલ ફોર્મ દ્વારા આ નિમિત્તે પોતાની મનગમતી બુક સજેસ્ટ કરવાના પ્રકલ્પ સ્વરૂપે વિદ્યાર્થીઓ તથા સ્ટાફે પોતાની મનગમતી બુક માટે ઉત્સાહપૂર્વક સજેશન કરેલ હતા.
- Advertisement -
જે બુકસ લાયબ્રેરી દ્વારા ખરીદવામાં આવશે સાથે જ લાઈબ્રેરી વિકાસ અંગેના સુંદર સૂચનો પણ મળેલ હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડો. તેજસભાઈ શાહ લાઈબ્રેરી કર્મચારીઓ કલ્પેશભાઈ છાયા ધવલભાઈ જોશી હિતેષભાઈ ત્રિવેદી કેતનભાઈ પરમાર તથા દર્શનભાઈ દવેએ ભારે જહેમત ઉઠાવી હતી.. આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા હર્ષલભાઇ મણીઆર ડો. નરેન્દ્રભાઈ દવે ડો. નવીનભાઈ શેઠે સમગ્ર ટીમને અભિનંદન આપતા જણાવેલ કે લાઈબ્રેરીના વધુ ઉપયોગ અને વિકાસ માટે વી.વી.પી. ટ્રસ્ટીગણ હંમેશા કટીબધ્ધ રહેશે.