એકસાથે 9 ઇનામો જીતીને ઇતિહાસ રચ્યો : ઇન્ડિયન ગ્રૂપ સોંગ, દુહા-છંદ અને ભજનમાં પ્રથમ ક્રમાંક; કુલ 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી (ૠઝઞ) દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ઇન્ટરઝોન સાંસ્કૃતિક સ્પર્ધાઓ “ક્ષિતિજ”માં વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને યુનિવર્સિટી લેવલ પર એકસાથે નવ ઇનામો જીતીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. વી.વી.પી. કોલેજના કુલ 32 વિદ્યાર્થીઓએ મ્યુઝિક, ડાન્સ, થિયેટર, ફાઇન આર્ટ્સ અને લિટરેચર જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
મુખ્ય વિજેતાઓ અને ક્રમાંક:
પ્રથમ ક્રમાંક (3): ઇન્ડિયન ગ્રૂપ સોંગ (આદિત્ય રાવલ, હિત અગ્રાવત સહિત 8 વિદ્યાર્થીઓ), દુહા-છંદ (હિત અગ્રાવત), અને ભજન (આદિત્ય રાવલ).
તૃતીય ક્રમાંક (6): વન એક્ટ, સ્કીટ, માઇમ, ક્લે મોડલિંગ (કોરિયા ધ્રુવ), પોસ્ટર મેકિંગ (કોરિયા ધ્રુવ) અને ક્લાસિકલ ડાન્સ (પ્રકૃતિ પંડ્યા).
સમગ્ર સ્પર્ધા માટે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને સ્પેશિયલ ટીચર અને કોચની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં પ્રો. સાહિલ યાજ્ઞિક (મ્યુઝિક ક્લબ), પ્રો. અમિત પાઠક (થિયેટર ક્લબ), પ્રો. હાર્દિક પંડ્યા (ડાન્સ ક્લબ) સહિતના અધ્યાપકોએ કોચિંગ આપ્યું હતું. પ્રિન્સિપાલ પિયુષભાઇ વણઝારાના માર્ગદર્શન હેઠળ કલ્ચરલ કમિટીના ક્ધવીનર ડો. ચાર્મીબેન ચાંગેલા સહિતની ટીમે સફળ સંકલન કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓએ આ સફળતા બદલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.