ચૂંટણીમાં ભાજપના 12 અને કોંગ્રેસના 1નો સમાવેશ, ભાજપના 68 અને કોંગ્રેસના 2 મળી કુલ 70 મતદારોએ કર્યુ મતદાન, સાંજે મતગણતરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બદલાતાની સાથે જ સૌપ્રથમ પ્રદેશ મવડી મંડળ દ્વારા તાજેતરમાં જ વિખેરાયેલી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો અને સરકાર નિયુક્ત 3 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. આજે 23 વર્ષ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આજની ચૂંટણીમાં કુલ 13 ઉમેદવારો છે. જેમાં ભાજપના 12 અને કોંગ્રેસના 1નો સમાવેશ થાય છે. આ માટે ભાજપના 68 અને કોંગ્રેસના 2 મળી કુલ 70 મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ એકાએક રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન સહિત 15 સભ્યોના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. બાદમાં નવનિયુક્ત શહેર પ્રમુખ મુકેશ દોશીની પ્રદેશ લેવલે મુલાકાત થયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જૂની સમિતિના બે બહેનોને બાદ કરતા તમામની બાદબાકી કરી 12 સભ્યો તેમજ 3 સરકાર નિયુક્ત સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભરી મનપાનો સમય વ્યય કર્યો: પુષ્કર પટેલ
રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠકો માટે મતદાન યોજાયું હતું આજે સાંજે તેની મતગણતરી પણ કરવામાં આવશે. કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભરી મનપાનો સમય વ્યય કર્યો છે. અમારા તમામ 12 સભ્યો જીતવાના છે તે વાત નિશ્ચિત છે. આ પછી 12 સભ્યો અને સરકાર નિયુક્ત 3 સભ્યો મળી કુલ 15 સભ્યોની બેઠક મળી ચેરમેન વાઇસ ચેરમેન માટે પ્રક્રિયા હાથ ધરશે.