તા.21 જુલાઈના પરિણામ જાહેર થશે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે નામની વિચારણા કરવા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશના 16માં રાષ્ટ્રપતિની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને સોમવારે સાંસદો તથા રાજયોની રાજધાનીમાં વિધાનસભાના સભ્યો મતદાન કરશે તેમજ તા.21ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત મનાય છે. વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંતસિંહા ટોકન ફાઈટ આપશે. આજે કર્ણાટકના જનતાદળ એસ દ્વારા પણ એનડીએના ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે અને આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવારના નામની ચર્ચા કરવામાં આવશે. હાલના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકેયાનાયડુના સ્થાને નવા ચહેરાની પસંદગી કરાઈ તેવી શકયતા છે. ઉપરાષ્ટ્રપતિપદના ચૂંટણીના સાંસદો મતદાન કરે છે.