હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા સીટો માટે મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે મતદાન માટે કુલ 7884 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. સાંજના 5:30 વાગ્યા સુધી મતદાન ચાલશે.
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. 8મી ડિસેમ્બરે મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. એક તરફ સત્તાધારી પાર્ટી ભાજપ તેના વિકાસના એજન્ડા પર સવાર થઈને ચૂંટણીમાં સફળતાનું પુનરાવર્તન કરવાની આશા રાખી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ મતદારોને નિવર્તમાન સરકારને સત્તામાંથી હટાવવાની ચાર દાયકા જૂની પરંપરાને અનુસરવાનો અનુરોધ કરી રહી છે. આ રાજ્યના 55 લાખથી વધુ મતદારો 68 મતવિસ્તારોમાં 412 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.
- Advertisement -
મતદારોને મતદાન કરવાની PM મોદીની અપીલ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂથની મુલાકાત લઈને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે, ‘આજે હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.’
हिमाचल प्रदेश की सभी विधानसभा सीटों के लिए आज मतदान का दिन है। देवभूमि के समस्त मतदाताओं से मेरा निवेदन है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने वाले राज्य के सभी युवाओं को मेरी विशेष शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 12, 2022
- Advertisement -
EVMમાં કેદ થશે 412 ઉમેદવારોનું ભાવિ
હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા સીટો માટે મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે મતદાન માટે કુલ 7884 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. હિમાચલના લગભગ 55 લાખથી વધુ મતદારો આજે 412 ઉમેદવારોના ભાવિનો નિર્ણય EVMમાં કેદ કરશે. પહાડી રાજ્ય હોવાથી ચૂંટણી પંચે આજના મતદાન માટે જબરદસ્ત તૈયારીઓ કરી છે.
Himachal Pradesh CM Jairam Thakur, his wife Sadhana Thakur & daughters Chandrika Thakur & Priyanka Thakur, offer prayers in Mandi, ahead of casting their votes for the state's #AssemblyElections2022 pic.twitter.com/OGWVvDXW7j
— ANI (@ANI) November 12, 2022
બનાવવામાં આવ્યા છે કુલ 7,884 મતદાન કેન્દ્રો
મતદાન માટે કુલ 7,884 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ પૂરક મતદાન મથકોનો સમાવેશ થાય છે. આમાંથી 789 સંવેદનશીલ અને 397 અતિસંવેદનશીલ મતદાન મથકો છે.
Voting begins across 68 seats in Himachal Pradesh Assembly polls
Read @ANI Story | https://t.co/7SJfOw8QnV#HimachalPradesh #Assembly #HimachalElection2022 #HimachalPradeshelections2022 pic.twitter.com/AM5rWotAGH
— ANI Digital (@ani_digital) November 12, 2022
હિમાચલમાં રહ્યો છે દરેક વખતે સત્તા બદલવાનો ઇતિહાસ
કોંગ્રેસે 2021માં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, પુડુચેરી અને આ વર્ષે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત નવ રાજ્યો હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપ માટે હિમાચલ પ્રદેશમાં વિજય એ વડાપ્રધાન મોદીની વધુ એક ઉપલબ્ધિ હશે, જેમણે પાર્ટીના સંદર્ભમાં “સત્તા સમર્થક લહેર”નો નારો આપ્યો છે. હિમાચલ પ્રદેશમાં દરેક વખતે સત્તા બદલવાનો ઇતિહાસ રહ્યો છે.