ચાર કેન્દ્રીય મંત્રી સહિત 266 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ
ઉનાળો અને વેકેશનના કારણે ચાર ટકા જેટલું મતદાન ઓછું થયું: પાટીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂૂપાલા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે. તેમજ નવસારી સીટ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ઉમેદવાર છે. આમ 4 કેન્દ્રીય મંત્રી અને એક પ્રદેશ પ્રમુખનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ પૂર્ણ થઈ ગયું છે.
ગુજરાતમાં યોજાયેલા ત્રીજા તબક્કાના મતદાન અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીનું પર્વ એટલે લોકસભાની ચૂંટણીમાં 25 સીટો પર મતદાન આજે પૂર્ણ થયું છે. એક પણ અનિછીય બનાવ બન્યો નહીં. મતદાતા ભાઈ-બહેનો સને કાર્યકરોએ પણ મદદ કરી હતી. લોકશાહીને મજબૂત કરવાનો સૌ લોકોએ પ્રયત્ન કર્યો છે. જે લોકોના સાથ સહકારની જરૂૂર હતી,તે સફળ થયું છે. હજી સુધી તમામ સીટોનું કેટલા ટકા મતદાન થયું તેનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. ઉનાળો અને વેકેશનના કારણે ત્રણથી ચાર ટકા જેટલું મતદાન ઓછું થયું છે, આમ છતાં સૌ મતદાતાઓનો આભાર માનું છું. તા.7 મે ના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ્સ મળી હતી.
- Advertisement -
જેમાં EVM અંગેના 3 એલર્ટ્સ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ્સ હતી. ભ-ટઈંૠઈંકના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી છે. મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે.
મતદાન દરમિયાન 3 કર્મચારીના મોત અને 6 પોલીસ ફરિયાદ થઈ
ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર પી.ભારતીએ 6.30 વાગ્યે વોટિંગ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 55 ટકા જેટલું મતદાન થયું છે. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. ભારે ગરમી વચ્ચે પોલિંગ સ્ટાફે ફરજ બજાવી છે. રાજુલામાં એક કર્મચારીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જ્યારે જાફરાબાદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. છોટાઉદેપુરમાં એક પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.
EVM સંદર્ભે 11 અને બોગસ વોટિંગની 18 ફરિયાદો મળી
EVM માં ખામીઓની ફરિયાદ મળી ત્યાં તુરંત જ ઇવીએમ બદલી દેવામાં આવ્યા હતા. આજે મતદાનના દિવસે 186 જેટલી ફરિયાદો મળી હતી. ઓફિસ ખાતેના ક્ધટ્રોલ રૂૂમાં ઊટખ સંદર્ભે 11 અને બોગસ વોટિંગ અંગેની 18 ફરિયાદો મળી હતી. આજના દિવસે 6 જેટલી FIRકરવામાં આવી છે. જ્યારે મતદાન ઓળખ ભંગની બે ફરિયાદ કરવામાં આવી છે. ગાંધીનગરના વાસણ ગામની ફરિયાદ મળી હતી.વાસણમા એક વ્યક્તિએ ફેવિકવિક લગાવી દીધું હતું. જેથી તે ઉમેદવારનું બટન પ્રેસ થતું ન હતું.