હવે બાકીના 4 તબક્કામાં 260 બેઠકો માટે મતદાન થશે
નિષ્ણાંતોના મતે જેવી અપેક્ષા હતી તેવી એકતરફી ચૂંટણી નથી : વિપક્ષ પણ લડતો દેખાય છે : મહારાષ્ટ્ર – બિહાર – કર્ણાટક જેવા અનેક ‘ટક્કરવાળા’ રાજ્યોમાં ‘કાંટે કી ટક્કર’ના એંધાણ : ચૂંટણીમાં કોઇ લ્હેર નથી દેખાતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
18મી લોકસભા (લોકસભા ચૂંટણી 2024)ની ચૂંટણીઓએ તેમની અડધાથી વધુ યાત્રા પૂર્ણ કરી લીધી છે. ત્રીજા તબક્કામાં મંગળવારે 12 રાજયોની 94 બેઠકો પર મતદાન પૂર્ણ થવાની સાથે જ લોકસભાના 543 સભ્યોની 283 બેઠકો માટે મતદાનનું કાર્ય પૂર્ણ થયું હતું. લોકસભામાં બહુમત માટે 272 સભ્યોની જરૂૂર છે અને 283 બેઠકો પર મતદાન થયું છે. હવે બાકીના ચાર તબક્કામાં 260 બેઠકો પર મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ત્રણ તબક્કાના મતદાન બાદ કયા ગઠબંધનનો હાથ ઉપર છે અને સતત ઘટી રહેલી મતદાન ટકાવારીનો અર્થ શું છે?
આ વખતે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાનની ટકાવારી 5 ટકાથી વધુ ઘટી છે. જયારે 2019માં આ બેઠકો પર 67 ટકા મતદાન થયું હતું, જયારે આ વખતે માત્ર 62 ટકા લોકોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ મતદાન આસામમાં 75% અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 53.7% હતું. જો અન્ય રાજયોની વાત કરીએ તો ત્યાં પણ મતદાનની ટકાવારી ઘટી છે. 2019 ની સરખામણીમાં, આ વખતે આસામમાં 10.2%, બિહારમાં 4.9%, છત્તીસગઢમાં 4.0%, દાદરા અને નગર હવેલીમાં 11.9%, ગોવામાં 2.2%, ગુજરાતમાં 8.7%, કર્ણાટકમાં 2.5%, મહારાષ્ટ્રમાં 10.2% હતી. , મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશમાં તે 4.2%, ઉત્તર પ્રદેશમાં 3.9% અને પશ્ચિમ બંગાળમાં 7.8% ઘટ્યો છે.
- Advertisement -
ત્રીજા તબક્કામાં આસામની ધુબરી લોકસભા સીટ પર સૌથી વધુ મતદાન થયું છે. અહીં 79.7% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. જયારે ગુજરાતની અમરેલી સીટ પર માત્ર 46.1% લોકો જ મતદાન કરવા ઘરની બહાર આવ્યા હતા.
અત્યાર સુધીના ડેટા અનુસાર, આ ત્રણેય તબક્કામાં જોવામાં આવેલી સૌથી મોટી બાબત એ છે કે આ ત્રણેય તબક્કામાં 2019ની સરખામણીમાં મતદાનની ટકાવારી ઓછી રહી છે. 2019 માં, મતદાનની ટકાવારી વધતા તબક્કા સાથે ઘટી રહી હતી અને આ વખતે પણ તે ઓછી છે. 2019 અને 2024 વચ્ચેનો તફાવત એ છે કે 2019માં ત્રણ તબક્કામાં 302 બેઠકો પર મતદાન થયું હતું, જયારે આ વખતે ત્રણ તબક્કામાં માત્ર 282 બેઠકો પર જ મતદાન થયું હતું.ચૂંટણીના ત્રણ તબક્કા પછી ત્રણ ચૂંટણી વિશ્લેષકો સંજય કુમાર, નીરજા ચૌધરી અને સંદીપ શાષાીએ આ ચૂંટણીના અડધાથી વધુનું સંપૂર્ણ વિશ્ર્લેષણ કર્યું.
ચૂંટણી વિશ્લેષક સંદીપ શાષાીએ જણાવ્યું હતું કે ઓછી વોટ ટકાવારી પાછળ ઘણાં કારણો છે. એક તરફ લોકો કાળઝાળ ગરમીને કારણ જણાવી રહ્યા છે તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રાજકીય ગરમી પણ એટલી ગરમ નથી. નેતાઓ અને પક્ષો પર લોકોના વિશ્વાસના ઘણા કારણો હોઈ શકે છે.
જયારે ચૂંટણી વિશ્લેષક પ્રો. સંજય કુમારે કહ્યું કે ચૂંટણી દરેક માટે મહત્વની હોવી જોઈએ, પરંતુ વોટની ઘટતી ટકાવારી દર્શાવે છે કે લોકોનો ચૂંટણી પ્રત્યેનો રસ પણ ઘટી રહ્યો છે. ગરમી કે ઉદાસીનતા સિવાય પણ આના ઘણા કારણો હોઈ શકે છે. દરમિયાન, જયારે મહારાષ્ટ્રમાં બહુ ઓછા લોકોએ મતદાન કર્યું છે, ત્યારે આસામ અને પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ એકંદરે મતદારોમાં ઉદાસીનતા સ્પષ્ટ દેખાય છે.વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ કહ્યું કે 2014માં યુપીએ-2 સામે લોકોમાં નારાજગી હતી અને મુખ્ય ફોકસ નરેન્દ્ર મોદી પર હતું. જયારે 2019માં પુલવામા અને સર્જિકલ સ્ટ્રાઈકના કારણે રાષ્ટ્રીય ગૌરવના મુદ્દાને લઈને ઉત્સાહ હતો, પરંતુ આ વખતે કોઈ લહેર દેખાતી નથી.
ત્રીજા તબક્કાના મતદાન પછીના 10 મહત્વના પ્રશ્નો
સતત ત્રીજા રાઉન્ડ માટે મતદાનમાં ઘટાડાનો અર્થ શું છે?
ઓછા મતદાન છતાં ભાજપ પોતાનો સારો સ્કોર જાળવી શકશે?
બંગાળમાં મતદાન કેમ ઘટ્યું?
કર્ણાટકમાં ‘પ્રજ્જવલ’ વિવાદની શું અસર થઈ?
મહારાષ્ટ્રના બારામતીમાં કાકા કે ભત્રીજા?
શું યુપીના યાદવલેન્ડમાં મુલાયમ પરિવારની પ્રતિષ્ઠા ટકી શકશે?
મધ્યપ્રદેશમાં ઓછા મતદાનનો અર્થ શું છે?
શું કોંગ્રેસ ભાજપ સાથે સ્પર્ધા કરી શકશે?
ત્રીજા તબક્કાનું મતદાન, કોના માટે ખતરાની ઘંટડી?
ત્રણ તબક્કાની ચૂંટણીઓ જોયા પછી તમે શું સમજી રહ્યા છો?