ગોઢાણિયા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલાં સ્ટાફની તાલીમ સહિતનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.1
પોરબંદરની ગોઢાણીયા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની તાલીમનું આયોજન કરાયું છે. સ્ટાફની તાલીમ બાદ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા યોજાઇ રહી છે, ગઈકાલે તા. 30 એપ્રિલથી ચૂંટણી ફરજમાં રોકાયેલ 83- પોરબંદર વિધાનસભાના કર્મચારીઓના મતદાનની શરુઆત થઈ છે. જે આગામી તા. 4 મે સુધી તબક્કાવાર અલગ અલગ સ્થળે યોજાનાર છે. તાલીમ અને મતદાનમાં આજે પ્રથમ દિવસે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા સ્ટાફની તાલીમ અલગ અલગ સેશનમાં યોજાઈ હતી. અને ત્યારબાદ પોલીંગ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ કર્યું હતું. પોરબંદર- 83 વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ 2177 કર્મચારીઓને અલગ અલગ સેશનમાં તાલીમ અપાઇ રહી છે.
- Advertisement -
માસ્ટર ટ્રેનર્સ મેન્યુલી અને પીપીટીના માધ્યમથી તાલીમ આપી રહ્યા છે. આ તાલીમમાં ડિસ્પેચિંગ થી લઈને મતદાન થાય ત્યાં સુધીની પ્રક્રિયા, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસરને કરવાની થતી કામગીરી, ચાલુ મતદાન વખતે ધ્યાન રાખવા જેવી બાબતો જેવી કે ટેન્ડરવોટ, તકરારી મત, ટેસ્ટ વોટ વગેરેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી રહી છે. અને 83-પોરબંદર વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ હોય તેવા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરેલ 847 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે. ગોઢાણીયા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગઈકાલે 30 એપ્રિલ અને 1 મેના રોજ તાલીમ તેમજ મતદાન પ્રક્રિયા યોજાયા બાદ ત્રણ દિવસ સુધી પોરબંદર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયું છે. પોરબંદર જિલ્લા સેવા સદન-1, મામલતદાર પોરબંદર ગ્રામ્યની કચેરી ખાતે તા. 2, 3 અને 4 મેના રોજ ત્રણ દિવસ સુધી સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાન યોજનાર છે.