પૂર્વોત્તરના રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા માટે વોટિંગ શરૂ થઇ ગયું છએ. બંન્ને રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટ છે, પરંતુ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 સીટ પર મતદાન થઇ રહ્યું છે. બંન્ને રાજ્યોમાં 40 મહિલા ઉમેદવારો સહિત કુલ 559 ઉમેદવારો મેદાનમાં છએ. બંન્ને રાજ્યોની મતગણતરી ત્રિપુરાની સાથે 2 માર્ચના થશે. સવારે 9 વાગ્યા સુધીમાં મેઘાલય વિધાનસભા ચુંટણીમાં 12.06% અને નાગાલેન્ડમાં 15.76% મતદાન થયું છે.
જો કે નાગાલેન્ડમાં અકુલુતો વિધાનસભા ક્ષેત્રથી માત્ર બે ઉમેદવારો ઉભા હતા. જેમાં એખ કોંગ્રેસ ઉમેદવાર ખેકાશે સુમીએ 10 ફેબ્રુઆરીના પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એવામાં જ્યાંથી ભાજપ ઉમેદવાર કજેતો કિનિમી નિર્વિરોધ પસંદગી પામ્યા છે. જયારે મેઘાલયમાં પૂર્વી ખાસી હિલ્સ જિલ્લાના સોહિયોંગ વિધાનસભા ક્ષેત્રમાં યૂનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એચ. ડોનકુપર રોય લિંગદોહની બિમારીના કારણે 20 ફેબ્રુઆરીના મૃત્યુ પામતા ત્યાં મતદાન નહીં થાય.
- Advertisement -
Till 9am, 12.06% voter turnout recorded in #MeghalayaElections2023 and 15.76% in #NagalandElections2023 pic.twitter.com/m1deebRong
— ANI (@ANI) February 27, 2023
- Advertisement -
કડક સુરક્ષા વ્યવસ્થા
મેઘાલય અને નાગાલેન્ડ બંન્ને રાજ્યાની ચુંટણી અધિકારીઓએ કહ્યું કે, શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાની કેન્દ્રિય સુરક્ષા દળ, નાગાલેન્ડ પોલીસ સહિત વિભિન્ન દળોને તૈયાર કરવામાં આવ્યા છે. મેઘાલયમાં ભાજપ એનપીપીની સાથે ગઠબંધનમાં હતી, જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપીની સાથે ગઠબંધનમાં સત્તામાં હતી.
#WATCH | Voting underway across 59 constituencies in Assembly elections in Meghalaya
Visuals from Tura, Garo Hills pic.twitter.com/s70YbkZcSS
— ANI (@ANI) February 27, 2023
નાગાલેન્ડમાં 2315 બૂથ, 183 ઉમેદવાર મેદાનમાં
નાગાલેન્ડના 16 જિલ્લાની 60 વિધાનસભા સીટોમાંથી 59 પર મતદાન થઇ રહ્યું છે. નાગાલેન્ડના મુખ્ય ચુંટણી અધિકારીએ કહ્યું કે, 59 વિધાનસભા ક્ષેત્રોના 2315 મતાદન કેન્દ્રો પર મતદાન દળોની ગણતરી શનિવારથી શરૂ થશે. ચુંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજ રોજ યોજાનાર ચુંટણીમાં 6,55,144 મહિલાઓ સહિત લગભગ 13 લાખ મતદાતા 4 મહિલા ઉમેદવારો સહિત 183 ઉમેદવારોએ ચુંટણીનો નિર્ણય થશે.
Long queue of voters at a polling station in Tura, Meghalaya as voting in Assembly elections begins pic.twitter.com/aHt5sF5u2P
— ANI (@ANI) February 27, 2023
મેઘાલયમાં 3419 બૂથ, 369 ઉમેદવાર મેદાનમાં
મેઘાલયના 12 જિલ્લાની 60 વિધાનસભા સીટોમાંથી 59 સીટ પર મતદાન થશે. મેઘાલયના મુખ્ય ચુંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, 59 વિધાનસભા ક્ષેત્રોના 3419 મતાદન કેન્દ્રો પર મતદાન દળોની ગણતરી શરૂ થઇ ગઇ છે. આજ રોજ યોજાનાર ચુંટણીમાં 36 મહિલાઓ સહિત કુલ 369 ઉમેદવારો મેદાનમાં છે. વર્ષ 2018માં વિધાનસભા ચુંટણીમાં 32 મહિલાઓ સહિત 329 ઉમેદવારો મેદાનમાં હતા. મોટી સંખ્યામાં કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળ, રાજ્ય સશસ્ત્ર, અને રાજ્ય પોલીસ કર્મચારીઓએ બધા મતદાન ક્ષેત્રોમાં મોરચો સંભાળ્યો છે.