વેરાવળમાં જીવન માટે રક્તદાન અને રાષ્ટ્ર માટે મતદાન જરૂરી કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન કિરીટભાઈ ઉનડકટના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટર તરફથી વધુમાં વધુ મતદાન થાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું. ડોક્ટરે દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન ઉપર મતદાન જાગૃતિના સિક્કા લગાવે અને નાના મા નાના વર્ગ સુધી જાગૃતિ લાવવા પ્રયાસ કરેલ તથા જિલ્લા વિકાસ અધિકારી મેડમ સ્નેહલ ભાપકરે જેમ જીવન માટે રક્તદાન જરૂરી છે તેમ રાષ્ટ્ર માટે મતદાન જરૂરી છે તે રેડ ક્રોસના મંત્રને દોહરાવ્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન રેડ ક્રોસના ગીરીશ ઠક્કરે કરેલ જયારે ચેરમેન કિરીટ ઉનડકટે સામાજિક સેવા સાથે રાષ્ટ્રની સેવાના અવસરને વધાવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો.બીનાબહેન ચૌહાણે પણ વધુ મતદાનના પ્રયાસો માટે અપીલ કરી હતી. આ પ્રસગે એડિશનલ કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય, મામલતદાર ગ્રામ્ય આરઝુબેન ગજજર, ચીફ ઓફીસર ચેતન ડુડીયા સાહેબ, તાલુકા શિક્ષણાધિકારી હડીયા તથા સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. જે.એમ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સંજય રાવે કર્યું હતું.
રેડ ક્રોસ સભ્યો સમીર ચંદ્રાણી, અનિષ રાચ્છ, કમલેશ ફોફંડી, ચિરાગ કારિયા, પરાગ ઉનડકટ, નરેન્દ્ર ટહેલરામાણી, ભાવેશ મહેતા, ગીરીશ વોરા, ડો. એસ.એમ. પોપટ, ડો.આર.એમ. સોઢા, જયંત સૌમેયા તથા સ્ટાફ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.